________________
૧ ૩૫૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર સાકેતનગરીમાં રહેતા હતા. તે કુટુંમ્બિઓનાં સર્વ ભવને કેલાસ પર્વતના શિખરની ઉપમા સરખાં ઉંચાં, બળદ, ગાય તેમજ ભેંશે આદિ દૂધાળા જાનવરવાળાં અને અતિમનહર હતાં. વાવડીઓ, જળાશ, આરામ–ઉદ્યાન–બગીચા–વનથી સમૃદ્ધ, મનહર જિનાલ વડે આ સાકેતનગરી દેવનગરી જેવી જણાતી હતી. તે સમયે રામે ભવ્ય જીવોને આનન્દ ઉત્પન્ન કરાવનાર એવા ઘણું જિનેશ્વર ભગવન્તના જિનાલય હરિણુ (ચકવર્તી)ની જેમ નિર્માણ કરાવ્યા. ગામો, નગરો, કર્બટ, નગરી અને પટ્ટણેની મધ્યમાં રહેલી આ સાકેતનગરીને રામદેવે ઈન્દ્રપુરી સરખી બનાવરાવી. સર્વે લોકે સારા રૂપવાન હતા, સર્વે જન ધન, સુવર્ણ અને રત્નથી પરિપૂર્ણ હતા. સર્વે લોક કરના ભારથી રહિત હતા, તેમજ સર્વે દાન કરવામાં તત્પર હતા. માત્ર નગરીના લોકમાં પ્રગટ અને સ્પષ્ટ એક મહાદેષ રહેલું હતું કે, પારકી નિન્દા કરવી, તેમાં ઘણે જ રસ લેતા હતા. આ નિન્દા કરવાને પિતાને સ્વભાવ ત્યાંના લોકે છોડતા ન હતા. શું નિન્દા કરતા હતા?– “રાવણ સીતાનું અપહરણ કરીને ઉઠાવી ગયે અને રાવણે સીતાની સાથે ક્રીડા ન કરી હોય, તે કઈ પ્રકારે માની શકાય તેમ નથી–આમ નક્કી હોવા છતાં રઘુનન્દન રામ નિર્લજજ બની સીતાને ઘરે લાવ્યા. ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થએલા અને માનથી ગતિ બની ઉંચું મસ્તક રાખનારા મહાપુરુષએ લોકમાં નિન્દાપાત્ર ગણાય, તેવા પ્રકારનું અયુક્ત કર્મ ન કરવું જોઈએ.”
દરમ્યાન ભરતરાજા વિષય તરફ વિરક્ત ભાવવાળા થયા. તે કારણે તે મહાપુરુષ ગન્ધર્વોનાં ગીત, નૃત્ય, નાટક આદિમાં રસ લેતા ન હતા. સંસારના ભયથી ઉદ્વેગ પામેલા ભરત વિચારવા લાગ્યા કે, “અત્યાર સુધી રાજ્યમાં અને વિષયાસક્ત બની. સુખ આપનાર ધર્મનું સેવન મેં ન કર્યું. મહામુશ્કેલીથી આ મનુષ્યપણું મેળવ્યું, પરતુ જળના પરપોટા સમાન આયુષ્ય ચંચળ છે, હાથીના કાન સરખી લક્ષમી અસ્થિર છે, પુષ્પ-સમાન અલ્પ સમય ટકનારું યૌવન છે. કિપાકના ફલ સમાન દેખાવ, સ્વાદ અને ગંધમાં મનોહર લાગે, પણ પરિણામે ભયંકર હોય, તેમ ભગવતી વખતે ભેગે મીઠા લાગે, પણ તેના વિપાક વખતે કડવા લાગે. સ્વપ્ન-સમાન જીવતર છે, એક વૃક્ષ ઉપર સાંઝે એકઠા થએલા પક્ષીઓના સમાગમ સરખા બધુઓના સ્નેહ અતિ દુરન્ત હોય છે. ખરેખર પિતાજી આદિને ધન્ય છે કે, જેઓએ રાજ્યાદિને ત્યાગ કરી શ્રી ઋષભદેવ ભગવતે ઉપદેશેલ સદ્ગતિના માર્ગે લઈ જનારી પ્રવ્રજ્યા અંગીકાર કરી. ખરેખર તે બાલમુનિઓને ધન્ય છે કે, જેઓએ બાલ્યવયમાં શ્રમણપણું અંગીકાર કર્યું અને પ્રેમરસને જાણ્યા નહીં; તેમજ રાત-દિવસ સ્વાધ્યાયમાં લીન મનવાળા થયા. ભરત, બાહુબલી વગેરે મહાપુરુષોને ધન્ય છે કે, જેમણે ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગ કરી નિર્ગસ્થપણું અંગીકાર કરી શાશ્વત શિવ–સુખ પ્રાપ્ત કર્યું. જે તરુણવયમાં સિદ્ધિસુખ આપનાર ધર્મનું હું સેવન નહિ કરીશ, તે પછી વૃદ્ધાવસ્થાથી ઘેરાએલે અને શેકાગ્નિમાં જળતે હું કેવી રીતે ત્યાગ કરી શકાશ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org