________________
[૭૬] સીતા-સમાગમ–વિધાન
ઉતરીને મલિનદેહવાળી પેાતાની ભાર્યા સીતાને દેખી. સ્વાભાવિક પાતળા દેડવાની સીતા તા હતી જ, તેમાં વળી રામના વિયાગથી કરમાઈ ગએલા શરીરવાળી સીતા પ્રિયને દેખી નીચું મુખ કરતી શરમાતી રુદન કરવા લાગી. વળી પ્રિયને સમાગમ થવાના કારણે શાક દૂર કરીને હર્ષાધીન થવાથી એકદમ સીતા રામાંચિત દેડવાળી ખની ગઈ. ઇન્દ્રાણી જેમ ઈન્દ્રને, ગાઢસ્નેહવાળી રતિ કામદેવને, સુભદ્રા ભરતને તેમ સીતા, પતિ સન્મુખ જઈ ચરણમાં પડી. ચન્દનરસથી સિંચાએલી હાય, તેમ રામે ક્ષણવાર સીતાને સ્નેહપૂર્વક દૃઢ આલિંગન કર્યું -એટલે લાંબા કાળના વિચાગ-તાપથી મળી રહેલું મન સમાગમ–સુખનેા આનન્દ અનુભવવા લાગ્યું. કલ્પવૃક્ષની અત્યન્ત નજીક પુષ્પાવાળી કનકલતા વીંટળાઇને રહેલી હોય, તેમ સુન્દર મનવાળી, નાજુક કાયાવાળી સીતાએ પાતાની એ ભુજાએ પતિના કંઠમાં નાખી આલિંગન કર્યું". આકાશમાં રહેલા દેવાએ સીતા સહિત રામને દેખીને પુષ્પની અને સુગન્ધી જળની વૃષ્ટિ કરી. તે દેવા મેાટા શબ્દોથી ‘બહુ સુન્દર થયું, સારું થયું’ મેલ્યા. મેરુ માફ્ક અડાલ મનવાળી અતિ શય દૃઢ અણુવ્રતધારી સીતાનું શીલ નિષ્કપ અને નિર્મીલ છે. ત્યાર પછી લક્ષ્મણે પણ સીતાના ચરણમાં નમસ્કાર કર્યો, તેણે પણ તીવ્ર સ્નેહથી લક્ષ્મણ કુમારને આલિંગન કર્યું. સીતા કહેવા લાગી કે, હે ભદ્ર! પૂર્વે ઉત્તમ શ્રમણેાએ જે પ્રમાણે કહેલું હતું, તે પ્રમાણે સાંભળ્યું, અનુભવ્યું અને આપણે પ્રગટ પ્રત્યક્ષ દેખ્યુ. ચક્ર ધારણ કરનાર વાસુદેવની લક્ષ્મીના અધિકારી પૃથ્વીનાથ અને તમારા માટા બન્ધુ બલદેવપણું પામ્યા. ત્યાર પછી ભામંડલે પણ પાતાની સગી અહેનના ચરણમાં હ પૂર્વક પ્રણામ કર્યાં, એટલે પવિત્ર મનવાળી સીતાએ પણ બન્ધુસ્નેહથી તેને આલિંગન આપ્યું. ત્યાર પછી. ક્રમ પૂર્ણાંક વિદ્યાધર રાજાએ પાતાનાં નામ ખેલવા પૂર્વક સીતાને નમસ્કાર કરવા લાગ્યા. તે આ પ્રમાણે-સુગ્રીવ, હનુમાન, નલ, નીલ, અગદ, ચન્દ્રાભ, સુષેણુ, વિરાધિત, જામ્બૂવન્ત અને બીજા પણ ઘણા સુભટાએ પાતપાતાને પરિચય આપ્યા. ત્યાર પછી સુન્દર આભરણા, ભૂષણા, ઉત્તમ સુગન્ધિ વિલેપના, વિવિધ પ્રકારનાં વસ્ત્રો અને પુષ્પા લાવવામાં આવ્યાં, નમાવેલા મસ્તકવાળા મહાસુલટા અભિનન્દન આપતા કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! તમે કમળ–નિવાસિની લક્ષ્મી જ છે, તેમાં સન્દેહ નથી. તમા વિમલ યશવાળા, હલ આયુધવાળા-ખદેવ રામ સાથે ઇચ્છા પ્રમાણે અનુપમ વિષયસુખ સેવન કરનારા થાઓ. [૨૬]
"
પદ્મચરિત વિષે - સીતા-સમાગમ-વિધાન નામના છેાંતેરમા પર્વના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૭૬]
Jain Education International
สิ่งใดไม่ได้
: ૩૪૫ :
For Private & Personal Use Only
www.jainelibrary.org