________________
[૫] ઈન્દ્રજિતુ વગેરેનું નિષ્ક્રમણ
: ૩૪૧ : તારાઓ એમ પાંચ ભેદોવાળા તિષ્ક દેવે ગતિ કરવાના અને ક્રીડા કરવાના સ્વભાવવાળા છે; સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક નામને છઠ્ઠો દેવલેક સમજ. ત્યાર પછી મહાશુક, સહાસાર, આનત, પ્રાણત, આરણ અને બારમે દેવલોક અશ્રુત આ બાર કલ્પવાસી વિમાનિક દે, ઇન્દ્રાદિકે, મહદ્ધિક દેવ, ઝગઝગાટ કરતા મુગુટવાળા બીજા પણ દેવ પિોતપોતાના વિપુલ પરિવાર-સહિત તે ભગવંતને જન્મોત્સવ કરવા ચાલ્યા. જે નગરમાં પ્રભુને જન્મ થયો હતો, ત્યાં આવીને પ્રભુને ગ્રહણ કરીને સુમેરુપર્વત ઉપર લઈ જઈને ક્ષીરસમુદ્રના જળ ભરેલા કળશથી ઈન્દ્રાદિક દે પ્રભુને અભિષેક કરતા હતા.
અભિષેક-વિધિ પૂર્ણ થયા પછી પ્રભુને આભૂષણોથી અલંકૃત કરી હર્ષિત મનવાળા સર્વ દેવતાઓએ પરિવાર–સહિત બાલભગવન્તને વન્દન કર્યું. આ પ્રમાણે પ્રભુને અભિષેક કરી તીર્થંકર પરમાત્માને માતાને અર્પણ કરી દેવો પાછા ફરતા હતા, ત્યારે મુનિવર ભગવન્તને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તે સમરણ થયું. તરત જ હાથી, ઘેડા, વૃષભ, કેસરી, વિમાન, હરણ, ચમરી ગાય વગેરે વાહન પર આરૂઢ થએલા તે દેવે ત્યાં જઈને સાધુ ભગવન્તને પ્રણામ કરીને ત્યાં બેઠા. દુન્દભિનો શબ્દ સાંભળીને, દેનું આગમન જાણી ખેચર-વિદ્યારે અને સેનાના પરિવાર સહિત રામ સાધુ-ભગવન્તની પાસે આવ્યા. તેમ જ ભાનુકણું, ઇન્દ્રજિતું, ઘનવાહન, મરિચિ, મદ વગેરે સુભટે અર્ધરાત્ર–સમયે મુનિવરની પાસે આવ્યા. આવીને મુનિવરની સ્તુતિ કરી. ત્યાર પછી દે, વિદ્યાધરો વગેરે પ્રશાન્ત મનથી મુનિના મુખથી નીકળતો ઘણા પ્રકારને ધમ શ્રવણ કરવા લાગ્યા. જેમણે કેવલજ્ઞાનથી પદાર્થો જાણેલા છે, તેવા મુનિવર ધર્મોપદેશ કહેવા લાગ્યા કેનારકીઓની વેદના
“સંસારમાં આઠ પ્રકારનાં કર્મોથી જકડાએલા મૂઢ આત્માઓ સુખ અને દુઃખને ભોગવતા ચારે ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. હિંસા, જૂઠ, ચેરી, પારકી યુવતીઓને પરિગ કરે, અતિશય લાભના પરિણામવાળા થવું–આવા પ્રકારનાં પાપ કરનારાઓ મરીને નારકીઓમાં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ત્યાર પછી તમઃ પ્રભા અને તમામ પ્રભા આ નામની નીચેના ભાગમાં સાત નારકપૃથ્વીઓ છે. તેમાં ૮૪ લાખ નરકાવાસ છે. જેમાં કઠેર–ખરબચડા સ્પર્શ–પરિણામવાળા સ્પર્શ, અશુચિપૂર્ણ અત્યન્ત દુધવાળા દુખ આપનાર પાંચે ઈન્દ્રિાના વિષયે હોય છે. ત્યાં પરમાધામીએ કરવત, યન્ત્ર, શામલી વૃક્ષ, વૈતરણી નદી, કુંભીપાક, પુટપાક આદિની વેદનાઓ, તેમજ હથિયારોથી હણાવાની, દાઝવાની, રંધાવાની, અવયવ ભાંગી નાખવા, કૂટવા, મગરે મારવા અને તેવા પ્રકારની સર્વે વેદનાઓ કુરતાથી આપે છે. ધગધગતા લાલચોળ અંગારા સરખી પૃથ્વી ઉsણું હોય છે, નિરન્તર સેની અણી કરતાં પણ વધારે તીણ કાંટા-કાંકરા–પથરાવાળી ભૂમિ હોય છે. જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org