________________
[૫] ઇન્દ્રજિત વગેરેનું નિષ્ક્રમણ
હવે રામ સુભટને કહેવા લાગ્યા કે, “આ યુદ્ધનાં વેર મરણના છેડા સુધી રહેનારાં હોય છે. હવે લંકાધિપ-રાવણની મરણોત્તરક્રિયા જલ્દી કરો. એ પ્રમાણે કહીને બિભીષણ વગેરે સુભટો રામની સાથે ત્યાં ગયા કે, જ્યાં મન્દાદરી હતી. અઢાર હજાર યુવતીઓ સાથે રુદન કરતી મન્દોદરીને મતિના પ્રકર્ષવાળા મધુર શબ્દોથી હજારે દષ્ટાન્ત અને યુક્તિઓ પૂર્વક સમજાવી શાન્ત કરી. ગોશીષચન્દન, અગુરુ, કપૂર વગેરે સુગન્ધિ દ્રવ્યથી રાવણના દેહનો રાજાઓએ સંસ્કાર કર્યો અને કિલ્લામાં ગયા. પસરોવરના કિનારે ઉભા રહેલા રામે પિતાના સુભટોને આજ્ઞા કરી કે, “કુંભકર્ણ વગેરે રાક્ષસ સુભટોને કેદ કરેલા છે, તેમને મુક્ત કરે.” રામની આજ્ઞાથી સેવકો તે સુભટોને અહિં લઈ આવ્યા, બન્ધનથી મુક્ત કર્યા, એટલે તેઓ સંસારના ભેગથી વિરક્ત થયા. સુભટ ભાનુકણું, ઈન્દ્રજિતું, ઘનવાહન, મારીચી, મદ દાનવ વગેરે હૃદયથી તે ભાવમુનિ પણું પામી ગયા. હવે લક્ષ્મણ કહેવા લાગ્યા કે, જો કે અપકારી શત્રુ હતું, તે પણ અતિશય માનવાળે ઉન્નત સુભટ હોવાથી પ્રશંસા કરવા લાયક હતા. તેમને સાત્વનનાં વચન સંભળાવી આશ્વાસન આપ્યું. ઈન્દ્રજિત્ વગેરે સુભટને કહ્યું કે,
શોક, ઉદ્વેગને ત્યાગ કરીને પહેલાની જેમ તમારા ભેગો સુખેથી ભોગ.” તેઓએ પ્રતિઉત્તર આપ્યું કે-“હે મહાયશ! ઝેર સરખા આ ભેગોથી હવે અમને સયું, કારણ કે, આ સંસારના વિષયભોગે સજજડ શેકવાળા અને અનન્ત સંસારની વૃદ્ધિ કરાવનારા છે. રામ અને લક્ષ્મણે તેમને અનેક પ્રકારે સમજાવ્યા, તે પણ ઈન્દ્રજિત્ વગેરે ઘણું સુભટોએ ભોગ સ્વીકારવાનો ઈન્કાર જ કર્યો. એક મહાસરોવરમાં ઉતરીને ત્યાં નિર્મળ જળમાં સર્વેએ સ્નાન કર્યું, ફરી બહાર નીકળ્યા અને પોતાના સ્થાનકે ગયા.
લંકાપુરી નગરીમાં બીજા કામ-ધંધા છેડીને વાનરોની, વણિકની, મારનારાએની, તેમ જ સુભટોની કથામાં લોકો રસપૂર્વક સમય પસાર કરતા રહેતા હતા. કેટલાક રાવણને દોષ કાઢીને ઉપાલંભ આપતા હતા, ત્યારે કેટલાક સુભટ રાવણના ગુણનું સમરણ કરી રુદન કરતા હતા, વળી કેટલાક આ નિમિત્તે તત્કાલ ભોગથી વિરક્ત બન્યા. કેટલાક સુભટો અત્યન્ત ભયંકર સંસારની નિન્દા કરવા લાગ્યા, બીજા વળી રાજ્યલકમીને વિજળી સરખી ચંચળ સ્વભાવવાળી કહેવા લાગ્યા. વળી કેટલાક એક સરખા બલવાળા બંને પક્ષ હોવા છતાં યુદ્ધમાં શુભ અને અશુભ પુણ્ય-પાપનાં ફળ જય અને પરાજયરૂપે પ્રત્યક્ષ દેખ્યાં એમ બોલવા લાગ્યા. આ જગતમાં એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org