________________
[૭૩] રાવણને વધ
: ૩૩૫ :
પુત્ર રાવણું છું. નક્કી હું તને જીવને અન્ત કરનારી અવસ્થા દેખાડીશ.” ત્યારે લક્ષમણે રાવણને કહ્યું કે, બહુ બકવાદ કરે જવા દે, તારે વધ કરનાર શત્રુ હું નારાયણ– વાસુદેવ તરીકે ઉત્પન્ન થયો છું. “વનફળ ખાનારને તે સમયે પિતાએ નિર્વાસિત કર્યા હતા, તે તારું નારાયણપણું આજે લાંબા સમયે મેં બરાબર જાણ્યું. જે તું કદાચ ખરેખર નારાયણ હોય, અથવા તો બીજે કઈ પણ હે, પરંતુ આજે તારું અભિમાન નિઃસંદેહપણે ટાળી નાખીશ. હે લક્ષ્મણ ! તારા હાથમાં ચક રહેલું હોવાથી તું અતિગર્વમાં આવી ગયું છે, અથવા તે ગામડિયા તુરછજનને એક ધાન્ય સાફ કરવાનું ખળાનું સ્થાન મળી જાય, તેમાં પણ મહોત્સવ માફક આનન્દ અને ગર્વમાં આવી જાય છે. ખેચ સહિત તેમ જ ઘોડા જોડેલા રથ સહિત આ તારા ચક્રને હમણાં જ હું પાતાલમાં મોકલું છું. વધારે બોલવાથી સર્યું.'
રાવણે આ પ્રમાણે કહેતાં જ રેષાયમાન થએલા નારાયણ લમણે ચક ભમાડીને રાવણના સન્મુખ મેં કહ્યું. મહાનિર્દોષ કરતું હોવાથી ભયંકર ઝગઝગાટ-પ્રજવલિત આવતા ચકને દેખીને બાણે, ઝસર અને મુદગરાદિક આયુધોથી તેને આવતું રોકવા માટે તત્પર થયો. તે ચક્રરત્નને રોકવા રાવણે ઘણી મથામણ કરી, છતાં પણ સન્મુખ આવતું રેકી શકાયું નહિ અને સન્મુખ આવી પહોંચ્યું. હે શ્રેણિક ! જ્યારે પુણ્યને છેડે આવી પહોંચે છે અને મરણ-સમય પ્રાપ્ત થાય છે, ત્યારે ગમે તે નિમિત્તને ટાળી શકાતું નથી. તે સમયે યુદ્ધમાં સામે આવેલ અતિ અભિમાન કરનાર લંકાધિપ રાવણનું વિશાલ વક્ષસ્થલ તે ચકથી એકદમ ભેદાઈ ગયું. તમાલવૃક્ષ, મેઘ સરખા શ્યામ વર્ણવાળો, ભ્રમરટોળા સમાન કાળા અવયવવાળો, અંજનપર્વત જેમ પ્રલય કાળના પ્રચંડ પવનથી પડી જાય, તેમ દશવદન-રાવણ રણભૂમિ પીઠ પર ઢળી પડયા. જાણે કામદેવ ઉંઘી ગયેલ હોય, અગર કે દેવ મહીતલમાં પટકાય હોય, તેમ અથવા તે અસ્તગિરિ ઉપર રહેલો સૂર્ય આથમી ગયું હોય, તેમ રાવણ શોભતે હતે.
આ બાજુ રાક્ષસસન્ય પિતાના સ્વામીને નિધન પામેલા દેખીને ભગ્ન બન્યું અને પીઠ ફેરવીને એક બીજાને ધક્કો મારી-પાલીને ગમે તે દિશામાં નાસી જવા પ્રયત્ન કરવા લાગ્યું. ઘોડાએ હરફેટમાં આવતા પાયદળને, હાથી રથને છુંદી નાખવા લાગ્યા, અત્યન્ત કાયર સુભટ મનુષ્યો ભયથી આકુલ-વ્યાકુળ થઈ ત્યાંને ત્યાં જ થરથરતા ઢળી પડયા. આ પ્રમાણે શરણ વગરના રાક્ષસ–સૈનિકે પલાયમાન થતા હતા, ત્યારે સુગ્રીવ અને બિભીષણ બ તેઓને આશ્વાસન આપવા અને સમજાવવા લાગ્યા કે-“અરે! તમે ભય ન પામે, ગભરાવ નહીં, તમારા માટે આ નારાયણ-લક્ષ્મણ શરણભૂત છે, હે શ્રેણિક! આ વચને કહીને સર્વ સૈન્યને સાત્વન આપ્યું. જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીના દિવસે દિવસને ચોથે ભાગ બાકી રહ્યો, તે સમયે રાવણનું અવસાન થયું-એમ જાણવું. આ પ્રમાણે જ્યારે પુણ્ય પરવારે છે, ત્યારે ચાહે જેટલા હાથી, ઘોડા અને સમૃદ્ધિની વચ્ચે રહેલે હોય, ગમે તે પરાક્રમી હોય, પરંતુ મૃત્યુ-સમયે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org