________________
પઉમચરિય-પદ્મચરિત્ર
આભૂષાથી અલંકૃત શરીરવાળા ઇન્દ્ર સરખા તે રાવણ ધ્વજાની શૈાભા સહિત તે મહારથમાં આરૂઢ થયા. રથમાં બેઠા એટલે ચન્દ્રમંડલ-સમાન છત્ર ઉંચે ધરવામાં આવ્યું, ગાયનું દૂધ અને માતીના હાર સમાન સફેદ ચામર-યુગલ વીંજાવા લાગ્યું. પ્રલયકાળના મહામેઘ-સમાન મોટા ગંભીર શબ્દવાળા ઢોલ, નગારાં, પડહેા, શખ, કાંસીજોડાં, મૃટ્ઠ'ગ, તિલિમવાદ્ય, ગંભીર શબ્દ કરવાવાળા પાવા વગેરે પ્રધાન વાજિંત્રા વાગવાં શરૂ થયાં. યુદ્ધ કરવાની ખરજવાળા, દેવસમાન પરાક્રમવાળા પોતાના સરખા દશહજાર ખેચર-વિદ્યાધર સુભટો સાથે યુદ્ધ માટે આકાશતલમાં ચાલ્યું.
: ૩૨૮ :
આ સમયે સુષેણ વગેરે સુલટાને રામે પૂછ્યું કે અરે અરે! આ કચે। મહાપત જણાય છે, તે કહેા. ચંચળ વિજળીના ઝબકારા કરતા જાણે વાદળાંઓના સમૂહ હોય, તેમ ભ્રમર-કુલ અને તમાલવૃક્ષ સરખા શ્યામવર્ણવાળા અને સુવર્ણના અનાવેલ શિખર-સમૂહવાળા આ પર્યંતનું શું નામ છે?' ત્યારે જામ્બુવન્તે કહ્યું કેહે સ્વામિ ! રાવણે બહુરૂપિણી નામની વિદ્યા સિદ્ધ કરી છે, તેના પ્રભાવથી તેણે માટા પર્યંત કર્યાં જણાય છે અને આ લંકાધિપ આવતા દેખાય છે. જામ્બૂનાનું વચન સાંભળીને તરત લક્ષ્મણે કહ્યું કે- ગરુડકેતુ રથ જલ્દી લાવેા, વિલમ્બ ન કરે. અનેક વાજિંત્ર સહિત યુદ્ધસૂચક મહાભેરી વગડાવી, તેને શબ્દ સાંભળતાં જ સર્વે વાનરસુભટો અખ્તર અને શસ્ત્ર ધારણ કરી યુદ્ધ કરવા એકદમ તૈયાર થયા. તલવાર, ઢાલ, કનક, ચક્ર, તેામર, વિવિધ પ્રકારનાં પ્રહરણા અને ખખ્ખરા હાથમાં ગ્રહણ કર્યાં, ત્યારે રણની ઉત્કંઠાવાળા વાનરસુભટાને પાત પેાતાની પત્નીએ રોકવા લાગી. અંતિમધુર વચનેાથી પત્નીએને સમજાવીને અખ્તર, આયુધ ધારણ કરી, તે વાનરસુભટા રામની પાસે હાજર થયા. જેમાં ખાણે! ભરેલાં ભાથાં બાંધેલાં હતાં અને કેસરીસિંહા જોડેલા એવા રથમાં રામ બેઠા, એવી જ રીતે લક્ષ્મણ પણ ગરુડ નામના રથમાં આરૂઢ થયા. ભામ'ડલ વગેરે બીજા મહાસુભટો તથા વાનરકુમારા રથ, ઘેાડા, હાથી ઉપર આ થઇને સંગ્રામ કરવા તત્પર બન્યા. હે શ્રેણિક! આ પ્રમાણે વાનરસૈન્ય સહિત રામ અને લક્ષ્મણ વાહનમાં આરૂઢ થઇને યુદ્ધ માટે તત્પર બન્યા. પ્રયાણ કરતા તેમને શુભ શકુના થયાં, સુપ્રશસ્ત અને મધુર શબ્દોથી ખેાલાવાય છે અને નિશ્ચયપૂર્વક આપણે શત્રુઓને પરાજય આપીશું-એવા આનન્દના શબ્દોનું ઉચ્ચારણ થાય છે. શત્રુ-સૈન્યને આવતું દેખીને રાષાયમાન થએલા રાવણે પેાતાના સમગ્ર સૈન્ય સહિત રથ તેની સામે ચલાન્યા. આકાશમાં રહેલા ગન્ધર્યાં, કિન્નરગણા, અપ્સરાઓ અને સૈન્યમાં રહેલા સુભટા ઉપર પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા.
માટી વિશાલ ઢાલ, ઉત્તમ જાતિની તલવાર આદિથી રક્ષિત અ'ગવાળા ચકેાર દૃષ્ટિ કરતા પાયદલ સનિકાએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યાં. અશ્વારૂઢ ગજારૂઢ અને કેટલાક રથારૂઢ સુભટા હાથમાં વિવિધ-પ્રકારનાં આયુધા ગ્રહણ કરીને હર્ષ અને ઉત્સાહ-સહિત શત્રુએ સામે ઝઝુમવા લાગ્યા. પરાક્રમી સુભટ માણેા, ઝસર, શક્તિ, સલ, સ્ફટિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org