________________
॥ णमोत्थु अणुओगधराणं ॥ શ્રાવિમલસૂરિએ રચેલ પ્રા. પઉમચરિય–પદ્મચરિત્રનો આચાર્યશ્રી હેમસાગરસૂરિએ કરેલ જીરાનુવાદ सिद्ध-सुर-किन्नरोरग-दणुवइ-भवणिन्दवन्द-परिमहियं । उसहं जिणवरवसहं, अवसप्पिणि-आइतित्थयरं ॥१॥
[૧] સૂત્રવિધાન
મંગલાચરણ
વિદ્યા, મંત્ર, શિલ્પ વગેરે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધો, દે, કિન્નરો, નાગકુમાર, અસુરેન્દ્રો તેમ જ ભવનેન્દ્રોના સમૂહથી પૂજાએલા, જિનેશ્વરમાં વૃષભ સરખા ઉત્તમ, તથા આ અવસર્પિણી–કાલમાં થએલા પ્રથમ તીર્થકર ઋષભદેવને હું નમસ્કાર કરું છું.
ક્રોધાદિક ચાર કષા પર વિજય મેળવનાર અજિતસ્વામી, ફરી જન્મ ન લેનાર સંભવનાથ, કાયમ માટે જન્મને નાશ કરનાર અભિનન્દન અને સુમતિનાથ, પદ્મકમલ સમાન સુન્દર કાંતિવાળા પદ્મપ્રભ, ત્રણે લોકમાં ઉત્તમ સુપાર્શ્વનાથ, ચંદ્રસરખી દેહપ્રભાવાળા ચંદ્રપ્રભ, તથા પુષ્પદંત-સુવિધિનાથ જિનેશ્વર, મુનિઓના સ્વામી શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ અને અનંતનાથ, ધર્મના સ્થાનરૂપ ધર્મનાથ, શાંતિજિનેશ્વર, કષાયોને નાશ કરનાર કુન્થનાથ, અત્યંતર શત્રુઓને જિતનાર અખૂટ ઐશ્વર્ય સંપન્ન અરનાથ, ભવ પરંપરાના પ્રવાહને અટકાવનાર મલ્લિનાથ, સુન્દર વ્રતને ધારણ કરનાર, દેવોના સ્વામી, રામનું આ ચરિત્ર જેના શાસનકાલમાં ઉત્પન્ન થયું એવા મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ તેમજ સર્પની મહાફણાઓ ઉપર રહેલી મણિઓના પ્રકાશથી જળહળતા પાર્શ્વનાથ, કમલ દૂર કરનાર, ત્રણે લોકથી પૂજિત. વિરભગવંત તથા બીજા ગણધરાદિક મહર્ષિઓ, પ્રભાવ પ્રાપ્ત કરેલા મુનિવરે, મનવચન-કાયાને ગેપવનાર સર્વ સાધુ ભગવંતને મસ્તકવડે નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org