________________
કે ૩૦૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ગિણું મારા ઉપર અનુકશ્મા કેમ કરતા નથી? હે માતાજી! હું ગર્ભમાં હતી, ત્યારે તેવા પ્રકારનું અત્યન્ત ભારી દુઃખ તે સહન કર્યું હતું તે અત્યારે જ્યારે હું ભયવિહલ અને દુખિત મનવાળી થઈ છું, ત્યારે તું મને કેમ યાદ કરતી નથી? હે ગુણા કર પરિજન! તમે મારા પર તેવું વાત્સલ્ય કરીને હવે પાપકારિણીનું મારું તમે સર્વસ્વ કેમ ઝુંટવી લીધું? આવા પ્રકારના ગદગદ કંઠથી કરુણ વિલાપ કરીને અત્યન્ત દુખિત મનવાળી તે બાલા ભયંકર અટવીમાં રહીને દિવસો પસાર કરતી હતી. ભૂખ-તરસથી પરેશાની અનુભવતી ત્રણ, ચાર ઉપવાસ કરી તે બાલા એકાશનરૂપ એક વખત પત્રફળને આહાર કરી ભેજનવિધિ પતાવતી હતી. તે પ્રમાણે ઠંડીની મહાવેદના સહન કરતી રાજપુત્રીએ શિશિરકાલને સમય પસાર કર્યો. અગ્નિ કે તાપણા રહિત મકાનના નિવાસસ્થાન રહિત એવા શિયાળાનો સમય પૂર્ણ થયો. ત્યાર પછી વિવિધ પ્રકારનાં પુષ્પોની ગન્ધથી સમૃદ્ધ વસન્તમાસ આવ્યો. ત્યાર પછી સર્વ સત્ત્વને સંતાપ આપનાર ગ્રીષ્મ-ઉનાળાનો સમય આવ્યું. ત્યાર પછી મેઘના ગરવરૂપ વાજિંત્રના શબ્દવાળ, મેઘધારાથી ઉત્પન્ન થએલ તડતડ શબ્દ કરતે, ચંચલ વિજળીની છટાવાળ વર્ષાકાળ પણ પૂર્ણ થયે. એ પ્રમાણે તે અનંગશરની પુત્રી ત્રણ હજાર વર્ષ તપ-ચરણ કરીને સંવેગ પામેલી તેણે સંલેખના કરવા માટે તૈયારી કરી. ચારે પ્રકારના આહારનાં પ્રત્યાખ્યાન કરીને બોલી કે, એક સે હાથની બહાર મારે ન જવું.
તે નિયમના છઠ્ઠા દિવસે લબ્ધિદાસ નામને એક વિદ્યાધર મેરુ ઉપર જિનેશ્વરની પ્રતિમાઓને વન્દન કરીને પાછો જતો હતો. તે તપસ્વિનીને દેખીને નીચે ઉતર્યો અને તેના પિતાને ત્યાં લઈ જતો હતો, ત્યારે તપસ્વિનીએ કહ્યું કે, તું તારા દેશમાં જા. અહીં તારે શા માટે રહેવું પડે? તે લબ્ધિદાસ વિદ્યાધર એકદમ ચક્રવતી એવા તેના પિતા પાસે પહોંચ્યા અને ગવાળી તે પુત્રી જ્યાં રહેલી હતી ત્યાં તે વિદ્યાધર સાથે આવ્યું. ચકવતી ત્યાં આવી ઉતરીને જુવે છે, તે અજગરથી ખવાતી તે પુત્રીને દેખીને વિપ્રલાપ કરીને જલદી પિતાના નગરમાં ગયે. તીવ્ર સંવેગ પામેલા તે ત્રિભુવનાનન્દ ચક્રવર્તીએ પિતાના બાવીશ હજાર પુત્રની સાથે શ્રમણપણું અંગીકાર કર્યું. તે રાજપુત્રીને પાપી અજગર ખાઈ જતા હતા, તપસ્વિની મંત્ર જાણતી હતી, છતાં અનુકસ્પાથી તે અજગરને ન માર્યો. અજગરથી ખવાયેલી તે ચક્રવર્તીની તપસ્વિની પુત્રી મરીને ધર્મધ્યાન પામેલી હોવાથી પુણ્યશાલી દિવ્યરૂપવાળી દેવીપણે ઉત્પન્ન થઈ. પેલા ખેચરેન્દ્રને જિતને પુનર્વસુ ખેચરે તેના વિરહને દુઃખથી નિદાન કરવા સહિત દુમસેન મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં ચારિત્ર અને તપની સાધના કરી તે ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને આ દશરથને લક્ષમણ નામે પુત્ર થયો. ત્યાર પછી તે અનંગસરા કેમે કરીને દેવલોકથી ચ્યવીને દ્રોણઘન રાજાની વિશલ્યા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. જેણે પૂર્વ ભવમાં ઉપસર્ગો સહન કરવા પૂર્વક તપ-ચરણની સાધના કરી, તેના પ્રભાવે અનેક પ્રકારના રોગોને ધરમૂળથી નાશ કરનારી વિશલ્યા નામની આ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org