SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૦ : પઉમચરિય-પદચરિત્ર વત્સ ! અતિદુલ"દય આ મહાસમુદ્રનું ઉલ્લંઘન કરીને દેવગે તે આવા પ્રકારને અનર્થ પ્રાપ્ત કર્યો. હે મહાયશ! તે મારી સાથે મૌન રાખી અબેલા કેમ લીધા છે? વિલાપ કરતા એવા મને તું જવાબ આપ! તું જાણે છે કે, બે ઘડી પણ તારે વિયેગ હું સહી શકતો નથી. હે વત્સ! માતા-પિતાએ આદરથી તને થાપણ તરીકે મને અર્પણ ર્યો છે. હવે લજજા વગરને હું તેમને કે પ્રત્યુત્તર આપીશ? આ જગતમાં મનુષ્યને કામે, પદાર્થો, ધન અનેક પ્રકારના સંબધે મળવા સહેલા છે, પરંતુ અહીં ભાઈ, માતા કે પિતા મેળવી શકાતા નથી. અથવા તે પૂર્વભવમાં મેં અતિભયંકર પાપ એકઠું કર્યું હશે, તેનું આ સીતા–નિમિત્તે ફલ ઉત્પન્ન થયું છે. આજે કેયૂરના ઘસારાથી અંકિત થએલી આ મારી ભુજાઓ કાર્યરહિત થવાના કારણે માત્ર દેહના ભાર રૂપ બની ગઈ છે. ખરેખર કુદરતે મારા નિર્ભાગી હદયને વજામય બનાવ્યું છે. કારણ કે, સહોદરને પડેલો દેખવા છતાં તે ફૂટી જતું નથી. તે વખતે શત્રુદમે હાથથી છોડેલી પાંચ શક્તિઓ પકડી લીધી હતી, હે સુપુરુષ! અત્યારે તે માત્ર એક શક્તિ ન પકડી પાડી કે ન રોકી. નકકી તે શક્તિ વજના દલથી નિર્માણ કરી હોવી જોઈએ-એમ માનું છું, નહિતર શ્રીવત્સથી ભૂષિત લક્ષમણના વક્ષસ્થલને તે કેવી રીતે ભેદી શકે ? | હે લક્ષમીવલ્લભ ! આ ધનુષ ગ્રહણ કરીને તું જલ્દી ઉભો થા, ઢીલ ન કર ! મારે વધ કરવા માટે આવેલા શત્રુઓને નિવારણ કર–રોકી દે. હે વત્સ! આ પરિવાર પુરુષની દષ્ટિમાં ત્યાં સુધી જ આનંદથી રમણ કરે છે, પરંતુ જ્યારે કેઈ આપત્તિમાં આવી પડે છે, ત્યારે તે જ પીઠ ફેરવીને ઉભા રહે છે. આપણું આશ્રયે જીવનારા એવા કેટલાક ખુશામતીયા મનોહર વચનોથી ત્યાં સુધી જ ગર્જના કરે છે કે, જ્યાં સુધી બહુશસ્ત્રોરૂપી દાઢવાળા વિરીસિંહને દેખતા નથી. અભિમાનથી ઉન્નત પુરુષ એકલો પડી ગયે હોય અને વૈરીએથી ઘેરાઈ ગયો હોય, ત્યારે દિશાઓનું અવલોકન કરીને શૂરવીર એવા સહોદરનું સ્મરણ કરે છે. હે વત્સ ! આપણને અત્યારે આ મહાવિગ્રહ માથે આવી પડેલ છે, ત્યારે મારું હિત ચિન્તવનાર તારા વગર બીજે કે મારી આગળ ઉભો રહેશે? અત્યાર સુધી તારા પ્રભાવથી દુઃખનાં સંકટો વહન કર્યા, હવે હું સમજી શકતો નથી કે, એકલે હું શું કરીશ અને મારું શું થશે? હે મિત્ર સુગ્રીવ ! હવે સમગ્ર સૈન્ય પરિવાર સહિત તારા કુલને ઉચિત એવા દેશમાં નિર્વિદને ચાલ્યા જા. હે ભામંડલ ! તું પણ જલદી તે જ પ્રમાણે જા ! હે બિભીષણ! સીતાના વિયેગનું દુઃખ મને તેટલું સાલતું નથી, જેટલું તમારા અકૃતાર્થપણાના કારણે મારું સમગ્ર હદય બની રહેલું છે. આ સુગ્રીવ વગેરે સુભટો તો પોતપોતાના દેશમાં જશે, પરંતુ તે બિભીષણ! હવે તું તેનું શરણ અંગીકાર કરીશ? આ લોકમાં જે ઉત્તમ મનુષ્યો હોય છે, તે પ્રથમ ઉપકાર કરે છે, મધ્યમ પ્રકારના મનુષ્ય ઉપકારનો બદલો વાળવા પાછળથી પ્રત્યુપકાર કરનારા હોય છે, જ્યારે અધમપુરુષ બંનેમાં અશક્ત નીવડે છે. હે સુગ્રીવ ! હે ભામંડલ! મારા માટે જલ્દી ચિતા તૈયાર કરાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy