________________
: ૨૯૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
સુભટ અને લક્ષમણને વટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. તેણે પણ વદનતેજ અને પવન સરખા વેગવાળું ફેંકવાનું અસ્ત્ર છોડયું. ભુજંગપાશને ઝેર અને અગ્નિશિખા-રહિત કરીને વ્યર્થ કર્યો. આ પ્રમાણે લાંબા કાળ સુધી યુદ્ધ કરીને રામ અને લક્ષમણે ઈન્દ્રજિતુ કુમારને નિઃશંકપણે મજબૂત રીતે જકડીને ભુજંગપાશથી બાં. વળી સમર્થ અલવાળા રામે સૂર્યાસ્ત્રને નાશ કરીને ભાનુકર્ણને રથવગરને કરીને નાગપાશથી બાંધે.
હે મગધાધિપ ! તે દેવતા ચિત્તવવા માત્રમાં આંખના પલકારા જેટલા અલ્પકાળમાં જેવા પ્રકારની ઈચ્છા કરીએ, તેવા પ્રકારના દંડ, પાશ, આયુધોના સર્વ પ્રકારે બની જાય છે. નાગપાશથી જકડાએલો તે ચેષ્ટા વગરનો બની ગયે, ત્યારે રામની આજ્ઞાથી તરત ભામંડલ તેને લઈ ગયે. અને પિતાના રથમાં બેસાડ્યો. લક્ષમણની આજ્ઞાથી સુભટ ઇન્દ્રજિતને પણ વિરાધિતે એકદમ પોતાના રથમાં ચડાવ્યો. એ પ્રમાણે ઘનવાહન વગેરે બીજા સુભટને પણ યુદ્ધમાં પકડીને વાનરેએ તેઓને બરાબર બાંધ્યા. પછી તેઓને પિતાના પડાવમાં પ્રવેશ કરાવ્યું.
આ સમયે યુદ્ધમાં રેષાયમાન રાવણે બિભીષણને બેલા અને કહ્યું કે, તેને ચુદ્ધ કરવાની અરજ ઉત્પન્ન થએલી છે, તો મારે એક પ્રહાર સહન કરી લે. ધીરમતિવાળા બિભીષણે કહ્યું કે, “અરે ભાઈ ! એક પ્રહાર શા માટે? અપ્રમત્ત બનીને તારી ઈચ્છા પ્રમાણે જેટલા પ્રહાર કરવા હોય તેટલા કરી લે. એમ કહેતાં જ યુદ્ધમાં સગાભાઈના ઉપર શૂલ શસ્ત્ર ફેંકયું, પરંતુ રામના લઘુબંધુ લમણે આવતા એવા તે ફૂલને બાણથી અટકાવ્યું. છેડેલું ફૂલ નિરર્થક થયું દેખીને રાવણ અતિશય રેષાયમાન થયે અને અમેઘ-વિજય અપાવનાર ધગધગતી આકાશની વાગ્નિ સરખી શક્તિ ગ્રહણ કરી. તેટલામાં નવીન મેઘ સરખા શ્યામકાંતિવાળા, ગરુડની વિજાવાળા, વિસ્તીર્ણ અને વિશાલ વક્ષસ્થલવાળા અને લાંબી ભુજાયુક્ત મહાપુરુષને પોતાની સન્મુખ ઉભેલા જોયા. રાવણે તેમને કહ્યું કે-“આ શસ્ત્ર મેં બીજા માટે ઉગામેલું છે. વચ્ચે તારે આવવાને અધિકાર નથી, માટે મારી આગળ ઉભા રહેવાનું તું છોડી દે અને મારી સામેથી ખસી જા. હે લક્ષ્મણ ! સુભટોને સમૂહ જેમાં લડી રહેલ છે, એવા આ સંગ્રામમાં મરવાની અભિલાષા રાખતા હોય તે, મારી સન્મુખ ઉભું રહે અને મારી શક્તિને પ્રહાર ઝીલી સહન કરી લે. ત્યાંથી બિભીષણને ખસેડીને શત્રુઓ સાથે મહાત્મા દઢ વ્યવસાયવાળે ભયમુક્ત લક્રમણ લડવા લાગ્યા. હવે વાલાયુક્ત વિજળીના સમૂહના ઢગલા સરખી શક્તિ રાવણે લક્ષ્મણના ઉપર છેડી, એટલે લક્ષ્મણના વક્ષસ્થલના વિશાલ ભાગને ભેદી નાખ્યું. તે શક્તિના મહાપ્રહારથી લક્ષમણ તીવ્ર વેદનાના સંતાપને પામ્ય, વળી મૂચ્છથી બીડાએલા નેત્રવાળે ધસ કરતાંક ધરણતલ પર ઢળી પડ્યો.
આ સમયે યુદ્ધમાં લક્ષ્મણ ઘવાઈને પડ્યો-એમ જાણીને રામ રાવણની સાથે લડવા લાગ્યા. તરત જ રામે રાવણનાં ધનુષ, ધ્વજા અને કવચ છેદી નાખ્યાં અને તે અભિમાનીને રથમાંથી પૃથ્વીપીઠમાં ચરણમાં નીચે પાડ્યો. બીજા રથમાં ચડીને રાવણ જેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org