________________
[૫૦] મહેન્દ્રને પુત્રીને સમાગમ
: ૨૬૭ : માન પાસે પહોંચ્યું. એટલામાં તે હનુમાને તીક્ષણ બાણથી તેનું ધનુષ તેડી નાખ્યું, રથ ભાંગી ગયે એટલે પ્રસન્નકીર્તિને પકડી લીધે.
પુત્રને પકડાઈ ગયેલો જોઈને રોષાયમાન થએલા મહેન્દ્ર રાજા ત્યાં આવ્યા અને હનુમાન સાથે યુદ્ધ થયું, પ્રહરણ ફેંકવાની કુશળતાવાળા રોષાયમાન મહેન્દ્ર રાજા બાણ, ઝસર નામનું શસ્ત્ર, શક્તિ અને તેમર ફેંકવા લાગ્યા, મહાત્મા હનુમાન પણ તે આયુધસમૂહને રેકવા લાગ્યા. હજારે માયાવાળું ભયંકર મહાયુદ્ધ કરીને હનુમાને ગરુડ જેમ સાપને પકડે, તેમ સંગ્રામમાં મહેન્દ્રરાજાને પકડી પાડ્યા. પકડ્યા પછી પોતાના દાદાના ચરણમાં પડીને હનુમાને પ્રણામ કરીને કહ્યું કે, “મારું આ મેટું ખરાબ વર્તન થયું છે, તેની આપ પૂજ્ય ક્ષમા આપવી. ઓળખ્યા પછી પ્રત્યુત્તરમાં મહેન્દ્ર રાજાએ જણાવ્યું કે, “હે વત્સ! તારું બલ અને વીર્ય ધન્યવાદપાત્ર છે, હે પુત્ર ! તારા ઉત્પન્ન થવાથી તારું અને અમારું સમગ્ર કુલ ભૂષિત થયું.” તેમને પોતાના માતામહ-દાદાને ખમાવીને રામનું આગમન અને સીતા માટે પોતાનું લંકાગમન ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત જણાવ્યું. “હે દાદાજી ! ઉતાવળનું કાર્ય હોવાથી હું આજે લંકાનગરી જાઉં છું અને તમે તે કિષ્કિધિનગરીમાં રામની પાસે જશે.” એમ કહીને તે પવનપુત્ર-હનુમાન આકાશતલમાં ઉડો અને ઇન્દ્ર જેમ અમરાવતીમાં જાય, તેમ તે લંકાનગરી તરફ જવા લાગ્યો. ઘણું સુભટોથી પરિવરેલ પ્રસન્નકીર્તિ પુત્ર–સહિત મહેન્દ્રકેતુ રાજાએ રામની પાસે જઈને તેની આદરપૂર્વક પૂજા કરી. અંજનાને માતા-પિતા સાથે સમાગમ થયો. એટલે મોટા ઢેલ અને વાજિંત્રો વગડાવવાપૂર્વક ત્યાં મોટો મહોત્સવ મનાવ્યું. તેઓનું આગમન દેખીને વિરાધિત વગેરે સુભટે ઘણા ખુશી થયા અને ફરી રામની પ્રશંસા કરવા લાગ્યા. ધર્મ અને પૂર્વે કરેલા સુકૃતના પ્રભાવે મનુષ્ય ઉત્તમ સુખના સ્થાનરૂપ દેવ કાદિ મેળવે છે. તેમ જ સર્વજનને વલ્લભ થાય છે અને વિશાલ વિમલ યશ પ્રાપ્ત કરે છે માટે હંમેશાં સુંદર સંયમમાં ઉદ્યમશીલ બને. (૨૨) પાચરિત વિષે મહેન્દ્રરાજાને પુત્રીને સમાગમ' નામના પચાસમા
પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૫૦].
[૫૧] રાઘવને ગન્ધર્વ–કન્યાઓને લાભ જ્યારે આકાશતલના માર્ગેથી હનુમાન ગમન કરતા હતા, ત્યારે શ્રેષ્ઠ રસ્તેથી ઝળહળતા દધિમુખ નામના દ્વીપને જ. તે સુન્દર દ્વીપમાં હજારો ભવનથી વ્યાપ્ત તેમ જ બગીચા-વિનોથી શોભાયમાન પ્રદેશવાળું દધિમુખ નામનું નગર હતું. તે નગરની નજીકમાં વિવિધ પ્રકારના વૃક્ષે વાળા પ્રદેશમાં હાથ લાંબી કરેલા કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા બે મુનિવરેને જોયા. તે મુનિવર-વૃષભેથી જનના ચોથા ભાગે દૂર પ્રદેશમાં ત્રણ કન્યા વિદ્યાઓ સાધવા માટે ઘોર તપ કરતી હતી. વનમાં દવાગ્નિમાં યોગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org