________________
[૪૮] કેાટિશિલાનું ઉદ્ધરણ
: ૨૬૩ :
મનમાં વિસ્મય પામ્યા. જામ્બૂનદ વગેરે સવે એ નિશ્ચય કરીને ફરી રામને કહ્યુ કે, ‘આમાં જે સત્ય હકીકત છે, તે આપ સાંભળેા. રાવણે અનંતવીય નામના મુનિને પૂછ્યું હતું કે, ‘મારુ' મરણુ કાનાથી થશે ? ત્યારે કહ્યુ` હતુ` કે, · જે કેાટિશિલા ઉઠાવશે, તે તારા શત્રુ અને તેનાથી તારું મરણુ થશે.' ત્યારે લક્ષ્મણે કહ્યું કે, ‘હવે આ કાય માં વિક્ષેપ ન નાખે। અને જલ્દી દેવાથી પૂજિત અને યુક્ત તે કેટિશિલા મને અતાવા. પ્રગટપણે મંત્રણા કરીને લક્ષ્મણ અને રામ સહિત વાનરેન્દ્ર વગેરે રાતારાત વિમાનમાં એસીને ત્યાં પહેાંચ્યા. સિન્ધુદેશમાં પહોંચીને નીચે ઉતર્યા, ત્યાં તે શિલાને દેખીને સવે એ મનમાં ભાવસહિત પ્રદક્ષિણા કરીને વન્દન કર્યું. ચન્દનથી અર્ચિત શિલાની કેસરના રસ અને પુષ્પાથી પૂજા કરી. આભૂષાથી વિભૂષિત અંગવાળી દેવી સરખી આ કેટિશિલા શોભતી હતી. ત્યાર પછી સ્નાન કરી, કમ્મર પર ખેસ કસીને બાંધ્યું. પછી લક્ષ્મણે મસ્તક પર અંજલી જોડીને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા કે, જેઓ ભવસમુદ્રના પાર પામી ગયા છે, જેઓએ સપૂર્ણ સુખવાળુ સ્થાન પ્રાપ્ત કર્યું" છે અને જેએ નક્કી અનન્તદર્શી છે, તેવા સિદ્ધ પરમાત્મા મારા મંગલ માટે થાઓ. ખેચા સહિત રામે પણ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા કે, અરિહન્તા, સિદ્ધો, સાધુએ અને ધમાઁ એ ચારે તમને મગલરૂપ થાઓ. વિવિધ પ્રકારનાં પુષ્પોથી અર્ચિત અને સુગંધયુક્ત કુલવધૂની જેમ લક્ષ્મણે એ ખાડુથી સિદ્ધશિલાને ઉઠાવી. આકાશમાં દેવાએ ‘બહુ સારુ' અહુ સારુ.' એવા શબ્દોની ઉદ્ઘાષણા કરી. એ દેવાના આકાશમાં આ મોટા શબ્દો સાંભળીને સુગ્રીવ વગેરે ઘણા સુભટો વિસ્મય હૃદયવાળા થયા. તે સર્વે શિલાને નમન કરીને સમ્મેતપર્યંત ઉપર જલ્દી ગયા અને ભાવથી ઋષભાદિક જિનેશ્વાની પ્રતિમાની સ્તુતિ કરવા લાગ્યા.
ઉત્તમ વિમાનના વાહન પર આરૂઢ થઈને ભરતક્ષેત્રની પ્રદક્ષિણા કરીને એકદમ શુભ કરણ, તિથિ અને મુહૂત-સમયે કિકિન્ધિપુરમાં આવી પહેાંચ્યા.
હું
વાનરસુલટાએ વાનરા ! હજી
નિદ્રા પૂર્ણ કરીને પ્રભાતે જાગૃત થયા પછી સુગ્રીવ વગેરે સ ક્રમસર રામને પ્રણામ કર્યા. બેઠા પછી તે સર્વેને રામે કહ્યું કે, તમેા કાની રાહ જુએ છે ? ત્યાં સીતા દુઃખી થતી હશે. દીર્ઘ સૂત્ર અર્થાત્ ખીજી લાંબી પંચાત કર્યા સિવાય તમે જલ્દી લકાગમન માટે વિચાર કરો, નહિતર વિરહાનલથી તપેલી સીતા જીવતી રહેવા નહિં પામે.' ત્યારે વાવૃદ્ધ જનેા કહેવા લાગ્યા કે, ‘હે રામ ! અમારુ એક વચન સાંભળેા કે, જો આપ વૈદેહી સીતાની અભિલાષા રાખતા હૈ!, તા તેની સાથે વિગ્રહ થશે. આ યુદ્ધ અસમાન લેાકા સાથે થશે અને આ કારણે વિજય મેળવવા ઘણા કિઠન પડશે. હે સ્વામી ! હજાર વિદ્યાએ ધારણ કરનાર રાવણને આપ જિતી નહિં શકશે; માટે હજુ આપ વિચાર કરો, અમારી વિનતિથી આપ યુદ્ધની વાત છેાડી દે. સખલ સાથે નિખલે યુદ્ધ કરવાનું ન હોય. માટે અણુવ્રતધારી અને દેશમાં વિખ્યાત એવા તેના ખિભીષણ નામના ભાઇ છે. તેનું વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org