________________
: ૨૫૨ ઃ
પઉમચરિય–પદ્મચરિત્ર
તેઓના ઉપર રુષ્ટ થશે, પછી તેઓ પણ શું કરી શકવાના છે? આ પ્રમાણે કહેવાએલી સીતાનું મુખ ગદ્ગદ કંઠવાળું થયું અને અશ્રપૂર્ણ નયનવાળી સીતાએ તેના પ્રત્યુત્તરમાં મન્દોદરીને સંભળાવ્યું કે, “ઉત્તમ કુળમાં જન્મેલી ઉત્તમ સતી સ્ત્રીઓ કદાપિ આવાં વચનો બેલે ખરી? કદાચ આ શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય અને વારંવાર કાપી નાખવામાં આવે, તે પણ હું રામપતિને છોડીને કદાપિ બીજા પતિની ઈચ્છા કરીશ નહિ. કદાચ ઈન્દ્રના રૂપ સરખો કે સનસ્કુમારના રૂપ સરખો બીજે પુરુષ હોય, તો તે કોઈની હું ઈચ્છા કરવાની નથી. બહુ બટુકબોલા થવાથી શું લાભ?” તે સમયે કામની વેદનાથી ઉન્માદ પામેલે રાવણ પણ ત્યાં આવી પહોંચ્યો અને સીતાની પાસે બેસીને વચનો કહેવા લાગ્યો-“હે સુન્દરી! હું તને વિનંતિ કરું છું, તે સાંભળ, મારામાં કયા પ્રકારની ન્યૂનતા જણાય છે, અગર કઈ વસ્તુની ઓછાશ છે કે, જેના કારણે લાંબા કાળથી વિનંતિ કરવા છતાં મને તું ભર્તાર તરીકે ઈન્કાર કરી રહી છે.” ત્યારે સીતાએ તેને કહ્યું કે, “તું અહિંથી દૂર ચાલ્યો જા, મારા અંગને બિલકુલ સ્પર્શ કરીશ નહિં, હે અધમ વિદ્યાધર ! આવાં અઘટિત વચન કેમ બોલે છે?” “હે કૃદરી! મારે અનેક રાણીઓ છે, તેઓ વિષે તું ઉત્તમ મહાદેવી થશે, માટે ઇચ્છા પ્રમાણે વિષય-સુખ માણી લે, નિરર્થક વિલમ્બ ન કર.” ત્યારે સીતાએ કહ્યું કે, “રામની સાથે અરણ્યવાસ મને અધિક આનન્દ કરનાર છે અને દેવલોક કરતાં પણ તે આનન્દ વિશેષ પ્રકાર છે. ભૂષણરહિત સતી સ્ત્રીને શીલ એ આભૂષણ છે અને શીલરહિત સ્ત્રીને તે મરણ વધારે સારું છે. આ પ્રમાણે સીતાએ રાવણને વચનથી તિરસ્કાર કર્યો, ત્યારે તે એકદમ માયા-કપટ કરીને પણ સીતાને સ્વાધીન કરવાનો ઉદ્યમ કરવા લાગ્યા. એટલામાં સૂર્યાસ્ત-સમય થ અને ચારે બાજુ અન્ધકાર ફેલાઈ ગયે. ત્યાર પછી રાવણે વિદ્યાથી હાથીઓ, સિંહ, વાઘ વગેરે બીહામણુ જાનવર વગેરેની વિમુર્વણ કરી અને સીતાને ભય પમાડી, છતાં રાવણનું શરણું ન સ્વીકાર્યું કે, ન ભ પામી. રાક્ષસે, ભયંકર રૂપવાળા વેતાલો, સર્પો બતાવ્યા અને ભય પમાડી, છતાં સીતાએ રાવણનું શરણ ન ગ્રહણ કર્યું કે ન ક્ષોભ પામી. આ પ્રમાણે આખી રાત્રિ ભય પમાડી, એમ કરતાં રાત્રિ પૂરી થઈ અને અન્ધકારને દૂર કરતે સૂર્યનો ઉદય થયે.
તે સુન્દર ઉદ્યાનમાં રહેલા રાવણની પાસે બિભીષણ વગેરે સુભટો જલદી આવ્યા અને કમસર રાવણને પ્રણામ કરવા લાગ્યા, તેટલામાં રુદન કરતી સીતાને બિભીષણે પૂછયું કે, “હે ભદ્રે ! તું કોની પુત્રી કે પત્ની છે? તે કહે. ત્યારે તે કહેવા લાગી કે, “હે વત્સ ! સાંભળ-હું જનકનરેન્દ્રની પુત્રી, ભામંડલની બહેન અને રઘુપુત્ર–રામની પત્ની છું. એટલામાં મારા પ્રિયતમ રામ નાનાબંધુ લક્ષ્મણને શોધવા ગયા, તેટલામાં તે અરણ્યમાંથી આ પાપીએ મારું અપહરણ કર્યું છે. જ્યાં સુધીમાં મારા વિરહમાં રામ મૃત્યુ ન પામે, ત્યાં સુધીમાં આ રાવણ મને ત્યાં લઈ જઈને મારા પતિને સમર્પણ કરે.” તેનું વચન સાંભળીને બિભીષણે પિતાના સહોદરને કહ્યું કે “સળગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org