________________
૪૫] સીતાના વિયેાગના દાહ
: ૨૪૯
જેએ સીતાની શેાધ કરવા માટે ગયા હતા, તેએ તપાસ કરીને જલ્દી આવ્યા અને રામને સ્પષ્ટ કહ્યું કે, ‘હે સ્વામી! તમારી પત્નીને ક્યાંય ન દેખી.’ વિદ્યાધરાની વાત સાંભળીને રામ વિષાદ-મનવાળા થયા અને કહેવા લાગ્યા કે, ‘· આ જીવલેાકમાં સમુરમાં પડેલું રત્ન કાણુ પાછું મેળવી શકે ? પૂ॰ભવમાં કરેલું પાતાનું કર્મ મારે અહિં મેગવવું જ જોઇએ, તે ફેરફાર કરવા દેવતાએ પણ સમથ નથી. ’ એ પ્રમાણે વિલાપ કરતા રામને વિદ્યાધર-નરેન્દ્ર કહેવા લાગ્યા કે, · થાડા દિવસેામાં તમારી કાન્તાને દેખાડીશ, માટે શાકને ત્યાગ કરેા. બીજી વાત આપ સાંભળે કે, હે સ્વામી ! અધિકબલવાળા ખરદૂષણને મારી નાખ્યા છે, તે કારણે ઈન્દ્રજિત્ વગેરે સુભટો તમારા ઉપર મહાક્ષેાભ પામશે. માટે અહીંથી આપણે પાતાલપુરમાં પહેાંચીને ભામ`ડલને આ સમાચાર જણાવીએ, તે ત્યાંથી આપણને સારા સમાચાર પ્રાપ્ત થશે. ’
આ પ્રમાણે મંત્રણા કરીને રામ, લક્ષ્મણ અને વિરાધિત ત્રણે રથમાં આરૂઢ થઇને પાતાલપુરમાં પહાંચ્યા. · તે આવ્યા છે' એમ સાંભળીને ચન્દ્રનખાના સુન્દ નામના પુત્ર પોતાના સમગ્ર સૈન્ય સાથે આબ્યા અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પુન્દને હાર આપીને વિરાધિત સહિત રામ અને લક્ષ્મણે ખરદૂષણનાં ગૃહમાં નિવાસ કર્યાં. સુગન્ધવાળા તેવા મહેલમાં નિવાસ કરેલા હેાવા છતાં સીતાને મેળવવાની અને સમાગમ કરવાની ચિન્તાવાળા તેઓ આંખના પલકારા જેટલા કાળ માટે પણ ધૃતિ મેળવી ટાકતા ન હતા. તે મહેલના નજીકના પ્રદેશમાં ઉદ્યાન વચ્ચે જિનમન્દિર હતું, તેમાં પ્રવેશ કરીને પ્રતિમાને પ્રણામ કર્યાં, એટલે શાન્તિ પામ્યા. પિતા અને ભાઈના શેાકથી અત્યન્ત ચિન્તાગ્નિથી ઝુરતા સુન્ધે પેાતાના સમગ્ર ખલ-પરિવાર અને માતાને લઇને જલ્દી લંકાપુરીમાં પ્રવેશ કર્યાં.
એ પ્રમાણે પૂર્વભવમાં કરેલા સમ્બન્ધા શરૂઆતમાં સ્નેહ-સમ્બન્ધ વધારનાર થાય છે, પરન્તુ પાછળથી દેવ અને મનુષ્યભવમાં વિરહ ઉત્પન્ન કરીને દુઃખસ્વરૂપ નીવડનારા રાય છે, માટે જિનવરના શાસનમાં વિશુદ્ધજ્ઞાન જાણીને સર્વ સુખાનું મૂલ એવા ધમ ને વષે વિમલ ચિત્ત કરે. (૪૫)
પદ્મચરિત વિષે ‘સીતા–વિપ્રયાગદાહ' નામના પીસ્તાનીશમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૫]
peec 000000
raana°°°°
[૪૬] માયા-પ્રાકારનુ નિર્માણ
સીતાનું અપહરણ કરીને વિમાનમાં બેઠેલા રાવણ સીતાને મ્લાન વદનવાળી દેખીને મધુર વચન સ`ભળાવવા લાગ્યા કે– હે સુરિ ! તું પ્રસન્ન થા અને હું ચન્દ્ર
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org