________________
[૪૧] જટાયુ ઉપાખ્યાન
ગ્રામ, ખાણ અને નગરથી શેભિત દેશને વટાવીને પર્વત પર ઉગેલા વૃક્ષોની ગહનતાના કારણે જેમાં પ્રવેશ કરે મુશ્કેલ છે, એવા દંડકારણ્યમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે નિર્મલ જલથી ભરેલી તથા પુપ અને ફલેથી સમૃદ્ધ, એવા અનેક વૃક્ષોથી આચ્છાદિત કણેરવા નામની નદી જોઈ. તે નિર્મલ જલપૂર્ણ નદીમાં સ્નાન કરીને તેઓએ વૃક્ષોના જુદા જુદા સ્વાદવાળાં ફળોનું ભોજન કર્યું. લક્ષમણે વાંસ અને વિવિધ પત્રનાં ઉપકરણ તૈયાર કર્યા અને જંગલમાંથી ઉત્પન્ન થએલ ધાન્ય અને ઘણાં ફળે આણ્યાં.
હવે એક દિવસે બરાબર દિવસના મધ્યાહ–સમયે તપની લક્ષ્મીથી શેભાયમાન શરીરવાળા સાધુ આકાશમાર્ગેથી નીચે ઉતર્યા. તે મુનિવરોને દેખીને સીતાએ રામને કહ્યું કે-“હે મહાયશ ! પાપરહિત એવા શ્રમણનાં દર્શન કરે. તેમને જોઈને સર્વાદરથી ઉલ્લસિત મનવાળા રામ અને સીતાએ ત્રણ પ્રદક્ષિણા આપીને પ્રણામ કર્યા. સીતાએ તે સાધુઓને ભાવપૂર્વક અરણ્યમાં ઉત્પન્ન થએલ, તેમ જ ગાયના દુધમાંથી બનાવેલ પરમાન્ન ભોજન પ્રતિલાવ્યું. નારંગી, ફણસ, ઇંગુદ, કેળા, ખજૂર, નાળીએર આદિના ફળને તૈિયાર કરી સીતાએ પ્રાસુક મુનિને ક૯પે તેવું દાન આપ્યું. તે સમયે પારણું થયું, ત્યારે આકાશમાર્ગમાંથી રત્નવૃષ્ટિ, સુગન્ધી જળ અને પુની વૃષ્ટિ થઈ. “અહો ! દાનમ્ અહો ! દાનમ, એવા શબ્દોની ઉદઘોષણું અને સર્વે દિશાએને ભરી દેતો મહાગંભીર દુંદુભિને શબ્દ આકારામાર્ગમાં વિસ્તાર પામ્યો.
તે સમયે આ અરણ્યમાં રહેતા એક ગીધે મુનિઓને જોયા, એટલે એકદમ તેને તે સમયે અતિશયવાળું શ્રેષ્ઠ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારવા લાગ્યું કે,
અફસોસની વાત છે કે, મનુષ્યજન્મમાં મેં ધર્મ અંગીકાર કર્યો, છતાં બીજાના ભરમાવવાના કારણે છોડી દીધું. આમ ચિંતવીને સંસારના ઉચ્છેદના કારણે હર્ષ પામેલ તે પક્ષી મુનિઓના ચરણોદકમાં આળોટવા લાગ્યો. પારણું થયા પછી તે સાધુઓના ચરણમાં નમન કરવા માટે પડ્યો, એટલે તેના પ્રભાવથી તે પક્ષી રત્નરાશિ સરખો
ભાવાળે થયે. વૈડૂર્યમણિ સરખા કાંતિવાળા શિલાપટ પર બિરાજેલા મુનિને રામે પૂછયું કે, “હે ભગવંત! આવી જાતનું આ કયું પક્ષી છે?” પહેલાં તો આ પક્ષી ખરાબ વર્ણવાળું, અશુચિ અને દુર્ગધયુક્ત હતું, તે અકસ્માત દેદીપ્યમાન ઝળહળતા મણિરત્ન સરખી કાન્તિવાળું તત જ કેમ પલટાઈ ગયું ?”
તેના પ્રત્યુત્તરમાં વસ્તુતત્ત્વ જાણનાર સુગુપ્તિ નામના મુનિએ રામને કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org