________________
[૩૮] જિતવા-આખ્યાન
વિજયરથે દેવાંગના સરખા રૂપવાળી રતિમાલા નામની પિતાની બહેન લકમણને આપી. તે કન્યાને ઈચ્છીને સીતા સહિત તે બંને વિજયપુર પહોંચ્યા અને ઈચ્છા પ્રમાણે સમય પસાર કરતા રહેતા હતા. નતિકાના નિમિત્તે અતિવીર્ય રાજાએ દીક્ષા લીધી, તે કારણે શત્રુદ્ધ તેને હસતે હતો, પરંતુ મતિકુશલ ભરતે તેનું નિવારણ કર્યું કે, “હે મૂઢ! તેની મશ્કરી ન કર. કારણ કે અતિવીર્ય ધન્યવાદને પાત્ર છે કે, જેણે કુમારભાવમાં વિષયસુખનો ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. આ વાર્તાલાપ ચાલી રહેલ હતા, તે દરમ્યાન સૈન્ય પરિવાર–સહિત વિજયરથે રાજભવનમાં પ્રવેશ કર્યો અને તે ભરતરાજાને મળ્યા, મસ્તકથી પ્રણામ કરીને ભારતના ચરણમાં બેઠે. ભરતે પણ તેનું સન્માન કર્યું. એટલે વિજયરથે ભરતરાજાને કહ્યું કે, વિજયસુન્દરી નામની રતિમાલાથી નાની મારી બહેન છે, તે મેં આપને સ્વાધીન કરી છે, તે આપ નિર્વિદને વિવાહ-મંગલ કરો.” તેની સાથે ઘણા મોટા આડંબરથી લગ્ન કરીને ભારત અશ્વારૂઢ થઈને વેગથી અતિવીર્ય મુનિ પાસે ગયે. રાજા ત્યાં પહોંચી ગયે, તે અતિવીર્યમુનિ પર્વતની ગુફામાં શત્રુ અને મિત્ર તરફ સમાન હૃદયવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા નિર્ભયપણે બેઠા હતા, તેમને જોયા. સામન્ત-વર્ગ–સહિત ભારત તેમના ચરણમાં પડ્યો અને લગાર અંતર રાખીને બેઠે અને તેમના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા–“હે નાથ ! આ સમગ્ર ત્રિભુવનમાં આપ અતિવીર્ય નામને સાર્થક કરનારા એક જ છે કે, જેમણે રાજઋદ્ધિને ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી. હે નાથ ! આપે મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનું ફલ મેળવી લીધું. હે સુપુરુષ! મેં તમારો નાને પણ અપરાધ કર્યો હોય, તો આપ ક્ષમા આપશે. તે શ્રમણને પ્રણામ કરીને તેમની પ્રશંસા કરતા પાછા ફર્યા અને નગરલોકથી અભિનન્દન કરાતા તેણે આનન્દથી નગરીમાં પ્રવેશ કર્યો. જેના પાદપીઠમાં સામાન્ત પ્રણામ કરી રહેલા છે, એવા ભરતરાજા જેમ સ્વર્ગમાં દેવ સુખ ભોગવે, તેમ વિજયસુન્દરીની સાથે મહાગુણવાળું રાજ્ય-સુખ ભેગવવા લાગ્યા.
- કેટલોક સમય વિજયપુરમાં પસાર કરીને રામે મહીધરને કહ્યું કે “અમારે મનઈચ્છિત સ્થાને જવું જોઈએ જવા માટે તૈયાર થઈ ગયા છે–એમ સાંભળીને મુગ્ધા વનમાલાએ લમણને કહ્યું કે-“હે સુપુરુષ! પહેલાં જે મનેર કર્યા છે, તેને આપ પૂર્ણ કરો. તેના પ્રત્યુત્તરમાં લમણે કહ્યું કે, “જ્યાં સુધીમાં હું પાછો અહીં ન આવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org