________________
* ૨૧૬ :
પઉમચરિય–પદ્ધચરિત્ર ધર્મ અંગીકાર કર્યો, તેમજ નિર્મલભાવવાળ બીજા ધર્મ તરફ દષ્ટિ નહીં રાખનારે આ ધર્મમાં અતિશય આનંદ પામનારે થયે.
“હે મુનિભગવન્ત! ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળની પ્રાપ્તિ થાય, તેમ તમારા પ્રભાવથી મને ધર્મની પ્રાપ્તિ થઈ.” એ પ્રમાણે સાધુને કહીને હર્ષ પામેલે, આનન્દ પામેલા હદયવાળે તે બ્રાહ્મણ સર્વાદરથી તેમને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલ્યો. આનંદપૂર્ણ તે કપિલ પિતાની પત્નીને કહેવા લાગ્યા કે, “હે સુન્દરી ! આગળ કદી ન જેએલી એવી આજે નગરી જોઈ અને ગુરુ પાસેથી ધર્મને સર્વ સાર સાંભળે. સમિધ માટે જતાં મેં અરણ્યમાં એક નગરી અને સુન્દર દેહવાળી એક સ્ત્રી દેખી. એ સ્ત્રી નક્કી કઈ દેવી હોવી જોઈએ. પૂછતાં તેણે મને કહ્યું કે, “હે વિપ્ર ! આ રામપુરી છે, આમાં રામ શ્રાવકોને અઢળક દ્રવ્ય આપે છે. એક સાધુની પાસે ધર્મ સાંભળીને હું શ્રાવક થયે. દુર્લભ ધર્મની પ્રાપ્તિથી હું અત્યંત તુષ્ટ થા. તે સુશર્મા બ્રાહ્મણીએ પતિને કહ્યું કે, “તમે મુનિ પાસેથી જે ધર્મ ગ્રહણ કર્યો હોય, તે જિનવરધમ મને પણ માન્ય અને સ્વીકાર્ય છે. “હે સુંદર! સર્વાદરથી મુનિ ભગવંતોને નિર્દોષ પ્રાસુક દાન આપવું જોઈએ.” પ્રયત્નપૂર્વક હંમેશાં ત્રિકાલ અરિહંતોને નમસ્કાર કરવા જોઈએ. આમ કરવાથી ઉત્તરકુર આદિ ભોગભૂમિઓ વગેરે ઉત્તમ ક્ષેત્રમાં સુખ ભેગવીને પરંપરાએ અનુત્તર નિર્વાણ-સુખની પણ પ્રાપ્તિ થાય છે. શ્રાવકધર્મમાં તલ્લીન કપિલ તે બ્રાહ્મણને એમ કહેતું હતું કે, “તે નગરીમાં જઈને પદ્મપત્ર સરખા નેત્રવાળા રામનાં દર્શન કરું, દ્રવ્યરહિત દારિદ્રના સમુદ્રમાં ડૂબેલા માણસને અનુકંપાવાળા તે રામ નક્કી ઉદ્ધાર કરશે–અર્થાત્ દ્રવ્ય આપશે. ત્યાર પછી બ્રાહ્મણીને આગળ કરીને તે વિપ્ર ઘરેથી નીકળે. માર્ગમાંથી હાથમાં પુષ્પની ટપલી ભરીને ગ્રહણ કરી અને રામપુરી તરફ પ્રયાણ કર્યું.
માગમાં જતાં તેણે વિશાલ ફણવાળા નાગ, ભીષણ દાંતવાળા વિકરાલ ચહેરાવાળા ઘણું પ્રકારના વેતાલે અને તે સિવાયના અતિભયંકર આકૃતિવાળાં અનેક રૂપિ જોયાં, ત્યારે તેની પત્ની સાથે તે વિપ્ર મહાનમસ્કારમંત્રનો ઉચ્ચાર કરવા લાગે. લેકધર્મને ત્યાગ કરીને હું જિનશાસનમાં અધિક ઉદ્યમવાળો થયે છું.
વર્તમાન, અતીત અને અનાગત એમ ત્રણે કાળના જિનેને હું નમસ્કાર કરું છું. પાંચ ભરતક્ષેત્ર, પાંચ એરવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર તેમાં ઉત્પન્ન થએલા અને સર્વ ભને જિતનારા તે સર્વ તીર્થકર ભગવંતને નમસ્કાર થાઓ.” આ પ્રકારે ભને જિતને જિનધર્મમાં નિશ્ચલબુદ્ધિવાળે તે પત્ની સહિત મનને આનન્દ દેવાવાળી રામપુરીમાં પહોંચ્યું. અંદર પ્રવેશ કરીને પિતાની પત્નીને ઉત્તમ ભવને બતાવતે રાજ્યાંગણમાં પહોંચ્યો અને લક્ષમણને જોયા. જોતાં જ તેને સમરણ થયું કે, રૂપ-કાતિથી પરિપૂર્ણ આ તે જ પુરુષ છે કે, તે વખતે કટુ અને કર્કશ શબ્દોથી મેં જેને તિરસ્કાર કર્યો હતો, તેના ભયથી બ્રાહ્મણને છોડીને પલાયન થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org