________________
પઉમચરિય-પદ્મચરિત્ર
પાડવાથી તેમાં વિશુદ્ધિ મેળવી શકાય છે અને પછી ક્રમે કરીને તે સુખેથી સાધી શકાય છે. રત્નદ્વીપે ગએલે મનુષ્ય જો એક પણ મહારત્ન ગ્રહણ કરીને અહિં લાવે છે, તેા તે લેાકમાં અત્યંત મૂલ્યવાળા થાય છે. જિનધરૂપી રત્નદ્વીપમાં જઈ ને નિયમરૂપી એકમાત્ર રત્નને લેનાર તે પરભવમાં તેનું અનઘ્ય-અખૂટ પુણ્ય પ્રાપ્ત કરે છે. પ્રથમ અહિંસારૂપ રત્ન ગ્રહણ કરીને જે જિનવરની પૂજા કરે છે, તે દેવલાકમાં અનુપમ ઇન્દ્રિયાનાં સુખા ભાગવે છે. સત્યવ્રતના નિયમ ધારણ કરનાર જે જિનવરની પૂજા કરે, તે મધુર વચન બેલનાર અને સુખાની પર’પરા ભાગવનારા થાય છે. જે,
"
વગર આપેલા પદાથ લેવા નહિં’–એવા નિયમ લઈને જિનેન્દ્રની ઉત્તમ પૂજા કરે, તે નવનિધિના સ્વામી અને મણિરત્નાના ભંડારના સ્વામી થાય છે. જિનમતની છત્રછાયાને આશ્રય કરનાર જે પુરુષ, પારકી સ્ત્રીના પ્રસંગાનું નિવારણ કરે છે, તે નેત્રને આનન્દ આપનાર ઉત્તમ સ્ત્રીઓનુ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જે, પરિગ્રહનુ પરમાણુ કરવા રૂપ સાષત્રતને ધારણ કરનાર અને જિનેન્દ્ર-વચનમાં વિશ્વાસ રાખનાર પરલેાકમાં વિવિધ પ્રકારના ધનથી સમૃદ્ધ અને સ લેાકેા તરફથી આદર-સત્કાર મેળવનાર મહાપુરુષ થાય છે. (મુનિને) આહાર-દાન આપનાર અવશ્ય ભાગનાં સ્થાન મેળવનાર થાય છે. કદાચ એ પરદેશ જાય, તે પણ ત્યાં તેને સુખની પ્રાપ્તિ થાય છે. અભયદાન દેનાર, જીવાને અમચાવનાર. જયણા પાલનાર મનુષ્ય પરભવમાં ભયરહિત અને નિરોગી થાય છે અને જ્ઞાનનુ દાન કરનાર સર્વ કળાઓમાં નિષ્ણાત-પારગામી થાય છે.
: ૨૦૦ :
જિનમત વિષે અનુરાગવાળા જે પુરુષ, રાત્રે ભાજન નથી કરતા, તે આરંભમાં પ્રવતે તેા પણ તે સદ્ગતિના માર્ગ મેળવે છે. જે પુરુષ, ત્રણે કાળ (જિતમન્દિરમાં) અરિહંતનાં દર્શન કરી નમસ્કાર કરે છે, તેવા ઉત્તમ ભાવવાળાનાં ઘણા પાપેા નાશ પામે છે. જે, જળમાં, કે જમીન ઉપર ઉગેલાં સુગંધી પવિત્ર પુષ્પાથી જિનેશ્વરની પૂજા કરે છે, તે દિવ્ય વિમાનમાં રહીને શ્રેષ્ઠ અપ્સરાઓની સાથે ભાગક્રીડા કરે છે. જે, માત્ર નિલ ભાવરૂપ પુષ્પાથી જિનેશ્વરની પૂજા કરે છે, તે પુરુષ સુન્દર દેહવાળા અને લેાકને વિષે માન-પૂજા—સત્કાર મેળવનારા થાય છે. ભાવિત મતિવાળા જે, જિનવરને અશુરુ અને તુરુષ્ક, ઉત્તમ કેસર અને ચન્દન આપે છે, અગર તેનાથી પૂજા કરે છે, તે ઉત્તમ પ્રકારના દેવના અધિપતિ થાય છે. જે પુરુષ, અતિશય તીવ્ર ભાવપૂર્વક જિનભવનમાં દીપક આપે છે, તે સૂના સરખા તેજવાળા દેવિવમાનમાં ઉત્પન્ન થાય છે. જે, જિનાલયમાં દર્પણુ, છત્ર, ચામર, ધ્વજા, સિંહાસન, કળશ, રથ આદિ આપે છે, તે શ્રેષ્ઠ લક્ષ્મીને વહન કરનારા થાય છે. ભાવિત મતિવાળા જે, સુગંધી પદાર્થોથી જિનેશ્વરના શરીરને વિલેપન કરી અલંકૃત કરે છે, તે સુગ'ધની પ્રચુરતાવાળા વિમાનમાં લાંખા કાળ સુધી આનન્દ કરે છે. સુગન્ધિ જળથી જિનવરના અભિષેક કરનાર પુરુષ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં અભિષેક પ્રાપ્ત કરે છે-અર્થાત્ મહાન બને છે. જે, જિનેશ્વર ભગવંતને ભક્તિરાગથી દૂધના અભિષેક કરે છે, તે દૂધ સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org