________________
'પઉમચરિય–પદ્મચરિત્ર
વશમાં સ્થાપન કર્યું અને સીતા જેની ગૃહિણી છે, આ વગેરે અદ્દભુત કાર્યના કારણરૂપ રામને વિમલ યશ પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યો. (૯૮).
પદ્મચરિત વિષે “ભામંડલ-સમાગમ” નામના ત્રીશમાં ઉદ્દેશાને આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂર્જરનુવાદ પૂર્ણ કર્યો. [૩૦]
UH
[ ૩૧] દશરથ રાજાને પ્રત્રજ્યાને નિર્ણય મગધરાજા શ્રેણિકે ગણધર ભગવન્તને પૂછયું કે-“ભગવન્ત! કયા સુકૃતકર્મના કારણે દશરથે મહાસમૃદ્ધિ પ્રાપ્ત કરી? તે આપ મને કહે.” ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીએ કહ્યું કે-“હે શ્રેણિક ! તમે સાંભળો. દશરથ રાજાએ સર્વભૂતશરણ મુનિને પિતાના પૂર્વભવના અંગે પૃચ્છા કરી. જો કે રાજાએ આત્મહિત માટે શ્રમણસિંહને પૂછયું હતું, તે પણ પૂર્વભવના અનેક પરિભ્રમણનો વૃત્તાન્ત કહ્યો હતો. દશરથના પૂર્વભવો
તે મુનિએ દશરથને કહ્યું કે-“હે દશરથ ! મિથ્યાત્વના કારણે તમે સંસારમાં પરિભ્રમણ કરીને સેનાપુર નામના નગરમાં ભાવના નામથી ઉત્પન્ન થયા હતા. તમને દીપિકા નામની પત્ની હતી, તેને ઉપાસ્તિ નામની પુત્રી ઉત્પન્ન થઈ તે મિથ્યાત્વથી મલિન અને સાધુ-સાધ્વીઓની નિન્દા કરનારી હતી. મરીને ઉપાસ્તિ લાંબા કાળ સુધી નક-તિર્યંચ એનિઓમાં ઉત્પન્ન થઈને ક્રમશઃ કર્મની નિર્જરા અને પુણ્યના ઉદયથી અંગપુરમાં ધરણ અને તેની પત્ની નયનસુન્દરીથી થએલા ઘણા બધુવાળા સુન્દર આકૃતિયુક્ત ભદ્રવરુણ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ભાવથી શુદ્ધ પ્રાસુકદાન મુનિને આપીને કાલધર્મ પામ્યા અને ધાતકીખંડના ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયા. ત્યાં યુગલીયાનું સુખ ભોગવીને મૃત્યુ પામી ઉત્તમદેવ થયા. ત્યાંથી ચ્યવને પુષ્કલા નગરીમાં નન્ટિઘોષની ભાર્યા પૃથ્વીથી નન્દિવર્ધન નામના પુત્રરૂપે ઉત્પન્ન થયા. એક દિવસ નન્ટિઘોષ રાજા પ્રતિબંધ પામ્યા. સંસારના ભયથી ઉગ પામેલા નન્દિઘેશે નન્દિવર્ધન પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો અને યશોધર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ઉદાર તપ કરીને સમાધિથી મરણ પામી ઉત્તમ દેવ થયે. અહીં ધીર નન્દિવર્ધન પણ શ્રાવકોગ્ય તપ અને ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા. એક પૂર્વકેટિ વર્ષ સુધી રાજ્યને ભેગવટ કરી દીક્ષા લઈને મૃત્યુ પામી પાંચમા ક૫માં અત્યંત નિર્મલ જ્ઞાન ધારણ કરનાર દેવ થયે. ત્યાંથી ચ્યવને પશ્ચિમવિદેહમાં વિતાઠ્ય પર્વતમાં રહેલી ઉત્તરશ્રેણિ વિષે રહેલ શશિપુરમાં રત્નમાલી નામને રાજા થયે. તેની વિદ્યુલતા નામની પ્રિયાની કુક્ષિથી સૂર્ય જય કુમાર નામનો પુત્ર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org