________________
[૩૦] ભામંડલને ફરી મેળાપ
મેઘના મોટા ગરવ શબ્દો જેમાં થાય, તે વર્ષાકાળ પૂર્ણ થયે અને કમળને ઉંચા દંડ કરનાર હવે સરકાલ આવી પહોંચ્યો. વાદલરૂપી સેવાલથી રહિત, ચન્દ્રરૂપી હંસયુક્ત, ઉજજવલ તારકરૂપી પુષ્પ, આકાશરૂપી જળને શરદકાળમાં દેખીને લેઓને આનન્દ થતો હતો. જેમાં ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓ એક-બીજાની સાથે આલાપ કરતા હતા અને ઉત્પન્ન થએલ સર્વ પ્રકારના ધાન્યવાળી પૃથ્વી અધિક શેભતી હતી. સીતાની ચિન્તાથી ગ્રસ્ત હૃદયવાળા તથા મદનાગ્નિથી અત્યન્ત તપેલા ભામંડલનો શરદને કાલ આમ પસાર થયો. એક દિવસ લજજાને પરિત્યાગ કરીને વસંતધ્વજ નામના મિત્રને સીતાના કારણે પિતાની પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે, બીજાના કાર્યને હલકું માનીને તમે દીર્ઘસૂત્રી ન બને, હે સુપુરુષ ! મદનરૂપી સમુદ્રમાં ડૂબી ગએલા મને તમે બહાર કેમ કાઢતા નથી? એમ બોલતા વસન્તધ્વજ કુમારને કહ્યું કે, તે કન્યાનો સંબન્ધ કહું, તે તમે બરાબર સાંભળો-જનકરાજાને યુક્તિથી અહીં બેલાવ્યા અને કન્યાની માગણી કરી. તેણે કહ્યું કે, મેં રામને પહેલાં આપી દીધી છે. મિત્રની પાસે ધનુષની જે હકીકત બની હતી, તે પણ જણાવી. “હે કુમાર ! રાજાઓની હાજરીમાં ઘણુ ઠાઠમાઠ-વૈભવથી રામને સીતા સાથે વિવાહ થયે. મહાબલવાળા રામ સીતાને સાકેતપુરી નગરી લઈ પણ ગયા. ઈન્દ્ર પણ પૂર્વકૃત કર્મનો ફેરફાર કરી શકતો નથી. આ પ્રમાણેને વાર્તાલાપ સાંભળીને રોષે ભરાએલ ભામંડલ કહેવા લાગ્યું કે, તેના વગરનું મારું વિદ્યાધરપણું નિરર્થક છે. આ પ્રમાણે કહીને પોતાના સમગ્ર સૈન્યની સાથે તૈયાર થયે અને સાકેતપુરી નગરી તરફ જવા લાગ્યું.
આકાશમાર્ગમાં જતા તે વિદર્ભનગરને જોઈને અકસ્માત તેને પૂર્વભવ યાદ આવી ગયો અને મૂચ્છથી વ્યાકુલ બની ગયે. ત્યાર પછી તેને પોતાના ભવનમાં લઈ ગયા, સૈનિક-સુભટો આકુલ-વ્યાકુલ થઈ ગયા. ચંદનરસના છાંટણાથી તેનું અંગ ર્સિ એટલે તરત જ ભાન આવ્યું, ચન્દ્રગતિએ પૂછયું કે, હે પુત્ર ! ક્યા કારણે તું મૂચ્છ પામ્યો ? મદનાવસ્થા છેડીને આમ મૂચ્છ પામવાનું કારણ સ્પષ્ટ કહે. લજજાથી નમી ગએલા મસ્તકવાળો ભામંડલ કહેવા લાગ્યો કે, “હે મહાયશ! સજડ મેહના કારણે મેં ન વિચારવા લાયક વિચાર્યું. નારદે જેનું વિશિષ્ટ રૂપ આલેખ્યું હતું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org