________________
[૨૭] રામે પ્લેચ્છોને આપેલે પરાજય
: ૧૭૩ : ત્યારે ગણાધિપતિ ગૌતમ ભગવંતે કહ્યું કે, “હે શ્રેણિક! જે કારણથી જનકરાજાએ પિતાની પુત્રી સીતાને રામ સાથે પરણાવી, તે હકીકત સાંભળો–
વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં કેલાસપર્વતની ઉત્તર દિશામાં ગામ, ખાણ, નગરથી પરિપૂર્ણ એવા ઘણા દેશે છે. તેમાં સંયમ અને શીલરહિત ઘણું પ્લેચ્છ લોકોથી ભરપૂર ભયંકર અર્ધબબર નામનો દેશ છે. ત્યાં મયૂરમાલ નગરમાં યમના સરખ, દઢસત્ત્વવાળે આતરંગ નામને રાજા રહેતા હતા. કોજ, શુક અને કપોત તથા બીજા પણ શબરશ્લેચ્છ લોકોની પ્રચુરતાવાળા દેશો હતા, ત્યાં પણ જે રાજાઓ હતા, તે આતરંગ રાજાના પુત્રો હતા. કોઈક સમયે કિરાત-ભિલ–સૈન્ય સાથે તે બબરરાજા જનકના રાજ્યને ઉજજડ કરવા લાગ્યું. અનાર્યો વડે પોતાનો દેશ ઉજજડ થતો સાંભળી જનકરાજાએ ઉતાવળ અને ઝડપી ચાલવાળા એક પુરુષને દશરથરાજાની પાસે મોકલ્યો. ત્યાં પહોંચી મ્લેચ્છનું રાજ્યમાં ઘુસવું, ધાડ પાડવી, દેશને વિનાશ ઇત્યાદિક જે સમાચાર જનકરાજાએ કહેવરાવ્યા હતા, તે સર્વે તેમને સંભળાવ્યા. “હે સ્વામી ! જનવત્સલ જનક પ્રણામ કરીને આપને વિનંતિ કરે છે કે-અર્ધ બર્બરે મારા સર્વ દેશને ઉજજડ કરી ખેદાનમેદાન કરી નાખ્યો છે. ઘણા શ્રાવકો, સાધુઓ અને જિનમંદિરનો તેણે વિનાશ કર્યો છે. આ કારણે રક્ષા માટે તમે જલદી પધારો.” આ પ્રમાણે આવનાર પુરુષે સમાચાર આપ્યા.
ત્યારે દશરથ રાજા રામને બોલાવીને સર્વ સૈન્ય સમુદાય-સહિત તેને રાજ્ય આપવા લાગ્યા. સુવર્ણના કળશ હાથમાં ધારણ કરેલા, દેવદુંદુભિ અને બન્દી જનના મોટા જયકાર શબ્દ સહિત શૂરવીર પુરુષે રામને રાજ્યાભિષેક કરવા માટે આગળ આવીને ઉભા રહ્યા. આવા પ્રકારને આડંબર દેખીને રામે પૂછ્યું કે, “કયા કારણે આ સુભટો હાથમાં કળશ ધારણ કરીને અહીં આવેલા છે ?” ત્યારે દશરથે કહ્યું કે, “હે પુત્ર! પ્લેચ્છોનું સિન્ય આવેલું છે, તેનો સામનો કરવા હું જાઉં છું, માટે તું રાજ્યનું પાલન કર.” તેના પ્રત્યુત્તરમાં કંઈક હસતા મુખથી રામે કહ્યું કે, “મહાયશવાળા હે પિતાજી! તમારે સ્વાધીન પુત્ર અહીં રહે અને પશુ સરખા ઉપર પિતાજી આક્રમણ કરવા જાય !” એ સાંભળ્યું કેમ જાય ? આ વચન સાંભળીને હર્ષિત રહદયવાળા દશરથ રાજાએ કહ્યું કે, “હે પુત્ર! હજુ તું બાલક છે, મ્લેચ્છ-સૈન્યને યુદ્ધમાં કેવી રીતે જિતી શકે?” ત્યારે રામે કહ્યું કે, “હે રાજન્ ! અલ્પઅગ્નિ મોટા વનને ચારે બાજુથી ક્ષણવારમાં બાળી નાખે છે. બહુપણુથી શું વધારે છે? કટી સરખું રામનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે, “ભલે એમ થાઓ. હે પુત્ર! સંગ્રામમાં સુભટને યોગ્ય યશની પ્રાપ્તિ થાઓ.” પિતાજીને પ્રણામ કરીને મોટા સિન્ય પરિવાર સહિત બંને પુત્ર જયકારની ઉદઘોષણ અને રણભેરીના શબ્દ ઉછળતા હતા, તે પ્રમાણે નગરમાંથી બહાર નીકળ્યા. પહેલાં જે જનકરાજા અને તેના પુત્ર યુદ્ધ કરવા માટે બહાર નીકળ્યા હતા તથા શત્રુન્ય તે બે વચ્ચે માત્ર બે જનનું અંતર હતું. શત્રુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org