________________
[૨૬] સીતા અને ભામંડલના જન્મ
: ૧૭૧ : દુઃખનું સ્મરણ કરીને પૂર્વે બાંધેલા વૈરના અનુબંધગે વેરનો બદલો લેવા માટે તે દેવ ગર્ભનું રક્ષણ કરતે હતે.” એમ જાણીને બીજાને દુઃખ કરવાથી ફરી પણ અધિકતર દુઃખ પામીશ, માટે બીજાને દુઃખ ન કરવું. -
હવે વિદેહા રાણીએ સુખપૂર્વક ત્યાં મિથિલામાં પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. પૂર્વભવના વેર બાંધેલા દેવે એકદમ બાલક પુત્રનું હરણ કર્યું. તે દેવ મનમાં ચિતવવા લાગે કે, “મજબૂત અને કઠેર શિલાપટ્ટ ઉપર રુદન કરતા કુંડલમંડિત શત્રુને પટકું. ફરી દેવ ચિંતવવા લાગ્યું કે, આ સંસાર વધારનાર વ્યવસાય છે. આવા અજ્ઞાન નાના બાળકનો વધ કરવાથી બહુ દુખ કરનાર કર્મ બંધાય છે. સાધુના પ્રસાદ અને જિનધર્મના યોગોના પ્રભાવથી મેં દેવપણું મેળવ્યું છે. હવે આટલું સમજ્યા પછી મારે પાપ ન કરવું જોઈએ.” એમ વિચારીને કુંડલ અને ઉત્તમ હારથી અલંકૃત કરીને દેવે તે બાળકને ઉદ્યાનમાં પત્રોની છાયાવાળા વૃક્ષ નીચે મૂક્યો. તે રાત્રિના સમયે શયામાં બેઠેલ ચંદ્રગતિ નામના વિદ્યારે ગવાક્ષમાંથી નીચે પડતાં રત્નના તેજને દેખ્યું. “શું આ કઈ માટે ઉત્પાત હશે? અથવા તો વિજળીને ટૂકડો હશે?” એ પ્રમાણે મનમાં તર્ક કરતા જઈને દેખે છે, તે પૃથ્વીતલ પર રહેલા બાળકને જે. મૃદુ અને કોમલ અંગવાળા તે બાલકને ગ્રહણ કરીને સુખે સુતેલી અંશુમાલાની જંઘા પાસે સ્થાપન કર્યો, પત્નીને જગાડીને કહ્યું કે, “હે સુંદરી ! શું તે પુત્રને જન્મ આપે ?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે-“હે નાથ! શું વંધ્યા કેઈ દિવસ જન્મ આપે ખરી?” અત્યંત હાસ્ય કર્યા પછી બાલકનો સર્વ વૃત્તાન્ત કહ્યો અને જણાવ્યું કે-“હે પ્રસન્ન નેત્રવાળી ! પુત્ર વગરની તને આ પુત્ર હો.” આ પ્રમાણે કહ્યું એટલે દેવીએ પણ તેનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, “ભલે એમ થાઓ” એમ કહીને દેવી પ્રસૂતિગૃહમાં ગઈ. ત્યાર પછી પ્રભાત-સમયે લોકોમાં વાત પ્રકાશિત કરી કે, દેવીને પુત્ર જન્મે છે.” ચકવાલ નગરમાં તે તેનો માટે જન્મોત્સવ કર્યો છે, જેથી સમગ્ર બધુઓ તથા લોકો વિસ્મય પામ્યા.
કુંડલનાં માણિક્યોથી નીકળતાં કિરણોથી ઝળહળતા સર્વ અંગવાળા તે બાળકને ગુણને અનુરૂપ એવા “ભામંડલ” નામથી સ્થાપિત કર્યો. ત્યારપછી દેહના સુખ અને લાલન-પાલન માટે બાલકને ધાવમાતાઓને સેં. હે શ્રેણિક ! વિદેહાએ પુત્રવિગથી જે વિલાપ કર્યા, તે સાંભળો, “હા પુત્ર! પૂર્વભવના ક્યા વેરીએ અપુણ્ય શાલી મારા પુત્રનું હરણ કર્યું? ઉત્તમ નિધિ આપીને ફરી નેત્રે ઉખાડી નાખ્યાં. ઉત્તમ કમલ સરખા કેમલ શરીરવાળા વિકાર વગરના તેમજ અણસમજવાળા મારા બાળકને આજે કયા નિય પાપીએ હરણ કર્યો? પૂર્વભવમાં કેઈના બાલકને વિયેગ કરાવ્યું હશે, તે કર્મનું આ ફલ છે. કારણ કે, કારણ વગર કાર્ય થતું નથી, તેમજ બીજ વગર ફલ ઉગતું નથી. આ પ્રમાણે રુદન કરતી વિદેહાને જનકરાજાએ સાત્ત્વન આપ્યું કે, “ નિરંતર રુદન ન કર, પૂર્વે કરેલું શુભ કે અશુભ કર્મ જીવને ઉદયમાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org