________________
[૨૪] કૈકેયીને વિવાહ અને વરદાનપ્રાપ્તિ
: ૧૬૫ :
પાણિગ્રહણ કર્યું. ત્યારપછી પરમવિભૂતિથી સમગ્ર પરિવારવાળા અનરણ્ય રાજાના પુત્ર તરીકે વિસ્તાર પામેલી કીર્તિવાળા દશરથ રાજા પત્નીને ગ્રહણ કરીને અયોધ્યા નગરીમાં પાછા ફર્યા. તે સમયે મંત્રીઓ, સુભટો અને નગરલોકેએ ફરી તેને રાજ્ય પર
સ્થાપન કર્યા અને સ્વર્ગમાં જેમ ઈન્દ્ર તેમ હર્ષ પામેલા તે ભેગસમૃદ્ધિ જોગવવા લાગ્યા. દઢવૃતિવાળા જનકરાજાએ પણ ઉત્કંઠા સહિત મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું અને ફરી પણ હર્ષ પામેલે તે સવિશેષપણે રાજ્યને આનંદ માણવા લાગ્યા. કઈક સમયે દશરથે કેકેયીને કહ્યું કે, “હે ભદ્ર ! તે વખતે સંગ્રામમાં સારથીના ગુણથી જલ્દી પ્રસન્ન થએલે હું તે ઉપકારના ફલ તરીકે તારા મનને જે ઈષ્ટ હોય, તેની માગણી કર, તે હું તને આપીશ. તેમાં ઢીલ ન કર.” તે સમયે કેકેયીએ કહ્યું કે, અત્યારે માગવાનું કઈ કારણ નથી. નરાધિપ ! જ્યારે હું માગણી કરું, ત્યારે આપજો.”
સુન્દર યુવતીઓ યુક્ત, ભોગોમાં અતિશય અનુરક્ત, સુખના સરોવરમાં સ્નાન કરતા, મધુર સ્વરવાળા શબ્દોથી જેનાં ગીતો ગવાય છે, સુભટોના મુગુટેનાં કિરણે વડે વ્યાપ્ત પાદપીઠવાળા વિમલ કીર્તિવાળા એવા મહાત્મા દશરથ મહારાજા શેષ કાળમાં આનંદ કીડા કરતા હતા. (૪૦) પદ્મચરિત વિષે કેકેયીને પ્રાપ્ત થએલ વરદાન' નામના વશમા
ઉદ્દેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૨૪]
[૨૫] ચાર ભાઈઓ હવે કઈક સમયે રાતના છેલ્લા પહોરમાં સુખે સુતેલી અપરાજિતા મહારાણીએ ઉત્તમ સ્વપ્ન જોયાં. ઉત્તમ મેગરાના પુષ્પ સમાન ઉજજવલ સિંહ, સૂર્ય અને ચંદ્રને જઈને જાગી ગઈ. સ્વપ્ન પતિને નિવેદન કર્યા. આ ઉત્તમ સ્વપ્નો સાંભળીને શાસ્ત્રના અર્થમાં વિશારદ રાજાએ કહ્યું કે-“હે સુન્દરી ! આ સ્વપ્નો ઉત્તમ પુરુષરૂપ પુત્રનું સૂચન કરે છે. ત્યાર પછી રાત્રિના છેડે સુમિત્રાએ હાથમાં કમલ ધારણ કરનારી લક્ષમીદેવી અને કિરણોથી દીપતા ચન્દ્ર અને સૂર્યને જોયા. પર્વતના અતિશય ઉંચા શિખર પર પોતે બેઠેલી હાઈને સમુદ્રના છેડા સુધીની પ્રશસ્ત પૃથ્વી દેખી. સૂર્યોદય સમયે પતિ પાસે જઈને, જેયાં હતાં તે સ્વપ્નો નિવેદન કર્યા. ત્યારે તેણે તેને કહ્યું કે, “હે ભદ્રે ! તને પુત્ર થશે.” ગર્ભવતી અપરાજિતાએ કેઈક શુભ તિથિ અને મુહૂર્ત સમયે વિકસિત ઉત્તમ કમલ સરખા મુખવાળા પુત્રને જન્મ આપ્યો. તુષ્ટ થએલા દશરથ રાજાએ તેનો મોટો જન્મોત્સવ કર્યો અને પદ્મકમલના પત્ર સરખી કાન્તિવાળા તે પુત્રનું નામ “પધ” રાખ્યું. ત્યાર પછી સુમિત્રાએ પણ અત્યન્ત રૂપવાન્ પુત્રને જન્મ આપે. રાજાએ તેને પણ મહાઆનન્દ કરાવનાર તેના કરતાં પણ ચડિયાતો જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org