________________
[૨૧] મુનિસુવ્રત, વખાહુ અને કીર્તિધરનું માહાત્મ્ય-વન
: ૧૫૩
મહેાત્સવમાં વસ્ત્રાનું પરાવર્તન કરે છે, મુનિએ ધ્યાન કરે છે, બુદ્ધિશાલી લેાક જેમની પ્રશ'સા કરે છે, ભૂખ અને મત્ત રાગી લેાકેા તેમની નિંદા કરે છે, માંસ અને મક્રિરામાં આસક્ત લેાક મેાહ કરે છે. વિષયમાં આસક્ત મૂઢ લેાક ગાયન ગાય છે અને રોગથી પીડિત બિચારા રુદન કરે છે. દુ:ખીને દેખી સુખી લેાક હાસ્ય કરે છે, કજિયા કરવાના સ્વભાવવાળા લેાક વિવાદ કરે છે, કેટલાકને વાગે છે, છતાં દોડે છે, લેાભાધીન તૃષ્ણાવાળા કાઇ સ'ગ્રામ કરવા જાય છે. આવા અનેક પ્રકારે દિવસ-રાત કાલ વગેરે વ્યતીત થઇ રહેલા છે અને વિચિત્ર ચિત્રપટની જેમ અવર્પિણીકાલ પસાર થઇ રહેલા છે. આ પ્રમાણે ચાલુ અવસર્પિણીકાલમાં વીશમા મુનિસુવ્રતસ્વામીના વિદ્યમાન સમયમાં વિજય નામના રાજા સાકેતપુરને સ્વામી થયા. તેને હિમચૂલા નામની પટ્ટરાણીથી બે પુત્રા ઉત્પન્ન થયા. પહેલાનું નામ વખાહુ અને બીજાનું નામ પુરંદર હતું. તે સમયે નાગપુરમાં મહુવાહન નામના રાજા હતા. તેને ચૂડામણ ભાર્યા અને મનેાહરા નામની પુત્રી હતી. મહુવાહને તે કન્યા વિજયરાજાના મોટા પુત્ર વખાહુને આપી. વખાણુએ ત્યાં જઈને ઘણા પ્રેમપૂર્વક વિવાહ કર્યા. વિવાહ કાય વીત્યા પછી ઉન્નયસુન્દર નામના ભાઇ કન્યાને લઇ જવા માટે તેની સાથે શ્વશુરાલય તરફ ચાલ્યા.
મામાં પસાર થતા વખાડુએ વસ'તકાલમાં વસન્તગિરિના શિખર પર ધ્યાનમાં રહેલા એક મુનિવરેન્દ્રને જોયા. જેમ જેમ તે પર્યંતની સમીપમાં નજીક આવતા ગયા, તેમ તેમ વજ્રવરબાહુને પુષ્પિત ઉત્તમ ક્ષેાના સમૂહથી યુક્ત પર્વતમાં તેની પ્રીતિ વૃદ્ધિ પામતી ગઇ. લાલ અશાક, હારિદ્ર વ્રુક્ષ, ઉત્તમ દાડિમ અને કેસુડાંના વૃક્ષથી દેદીપ્યમાન, કાયલનાં ગીતાથી મુરિત, ભ્રમરાના ઝંકારવાળાં ગીતાથી યુક્ત, ઉત્તમ અકુલ, તિલક, ચમ્પક, અશેાક, પુન્નાગ અને નાગવૃક્ષાથી સમૃદ્ધ, પાટલ, આમ્ર, અર્જુન તથા કુન્તલતાથી વિભૂષિત પ્રદેશવાળા, અનેક પ્રકારનાં પુષ્પાની અને સુગન્ધિ કેસર અને મકરન્દની તીત્ર સુગન્ધથી સુવાસિત દિશા-સમૂહવાળા તથા દક્ષિણદેશાના પવનથી ડોલતા વૃક્ષ જાણે નૃત્ય કરતા હાય, તેવા વૃક્ષ-સમૂહવાળા પર્વતને જોયા. તે મુનિવૃષભને જોઇને વાખાહુ મનમાં વિચારવા લાગ્યા કે, આ મુનિ ખરેખર ધન્ય અને કૃતાર્થ છે કે, જેઓ આવું મહાન તપ કરી રહેલા છે. શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનભાવ રાખનારા, પરિગ્રહરહિત હાવાથી સેાનું અને તણખલા પ્રત્યે સમાન ભાવવાળા છે. લાભ અને અલાભ, સુખ અને દુઃખમાં સમાન બુદ્ધિવાળા છે. ખરેખર તેમણે મનુષ્યજન્મનું સમગ્ર ફલ પ્રાપ્ત કર્યુ છે. કારણ કે, માહરહિત બનીને એકાગ્ર ચિત્તથી એ પરમ અનું ધ્યાન કરી રહેલા છે. અક્સાસની વાત છે કે, સૌના ભરડાથી જેમ ચન્દનવૃક્ષ બંધાઈ જાય છે, તેમ અતિભયંકર દારુણુ પાપકમના પાશેાથી હું સજ્જડ જંકડાએલા છું. ઉત્તમમુનિ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને રહેલા વજ્રબાહુને ઉડયસ દરે કહ્યું કે, હું કુમાર ! મુનિ તરફ અતિશય જોઇ રહેલા છે, તે શું તમે દીક્ષાની અભિલાષા રાખેા છે ? તે વાખાહુએ કહ્યું કે, જે તમે કહ્યું તેમ જ છે. ઉદયસુંદરે પ્રત્યુત્તરમાં
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org