________________
: ૧૪૪ :
પઉમચરિય-પદ્યરાત્રિ
૫૦ લાખ કોટિ સાગરોપમનું પ્રથમ અંતર અર્થાત્ પ્રથમ અને બીજા તીર્થકર થયા, તેને વચલો કાળ ૫૦ લાખ કોટાકોટી સાગરોપમને સમજવો. બીજા અને ત્રીજા તીર્થકર વચ્ચેનું બીજું અંતર ત્રીશ કોટાકોટી સાગરોપમ, એવી રીતે આગળ દરેકમાં સમજી લેવું. ત્રીજા અંતરમાં દશ લાખ કોટિ સાગરોપમને કાળ હતો. ચોથું અન્તર નવ લાખ કટિ સાગરોપમનું, પાંચમું ૯૦ હજાર કટિ સાગરેપમ. છઠું નવ હજાર કટિ સાગરોપમ. સાતમું અન્તર નવ કટિ સાગરેપમ શ્રુતધરએ કહેલું છે. આઠમું નવું કટિ સાગરેપમ. નવમું નવ કોટિ સાગરોપમ જાણવું. દશમું અંતર સે સાગરોપમ, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ જૂની એક કોટિ સાગપમ. અગીઆરમાં અંતરને કાળ ૫૪ સાગરેપમ, બારમા અંતરને કાળ ૩૦ સાગરોપમ. તેરમાં અંતરને ૯ સાગરોપમ. ચૌદમા અંતરને ૪ સાગરોપમ પ્રમાણુ કાળ જાણો. જિનેશ્વરોના પંદરમાં અંતરનો કાળ ૨ પલ્યોપમ ન્યૂન એવા ૩ સાગરોપમ. સોળમા અંતરનો કાળ અર્ધ પલ્યોપમને. સત્તરમાં અંતરને કાળ કોટિ સહસ્ત્ર વર્ષનૂન પલ્યોપમને ચોથો ભાગ. અઢારમા અંતરને કાળ કટિ સહસ્ત્ર વર્ષને. ઓગણીશમા અંતરને કાળ ચોપન્ન લાખ વર્ષને. વીશમે અંતર કાળ છે લાખ વર્ષને, જિનોને એકવીશ અંતરકાળ પાંચ લાખને છે. બાવીશમો ૮૩, ૭૫૦ વર્ષને અને ત્રેવીસ અંતરકાલ ૨૫૦ વર્ષનો છે. કાલની સંખ્યાથી વીર પ્રભુના તીર્થને કાળ એકવીશ હજાર વર્ષનો છે. તેના પછી નકકી અતિક્રુષમા નામનો ૨૧ હજાર વર્ષને છઠ્ઠો આરે આવશે. વીર ભગવંતના નિર્વાણ પછી અતિશય-રહિત કાલ આવશે. તે ચક્રવર્તી, બલદેવથી રહિત તેમજ ઉત્તમ અતિશયજ્ઞાન રહિત કાળ આવશે. પાંચમા આરામાં રાજાઓ દુરશીલ વ્રત-નિયમ વગરના અને પાપી થશે. લોકો પણ ઘણું કૂડ કપટભરેલા, કોધ કરવા ઉઘુક્ત મતિવાળા થશે. ગાયના દંડ સરખા પોતે તો નાશ પામેલા હશે અને મિથ્યાત્વીઓનાં વિવિધ શાસ્ત્રો વડે ઘણા લોકોને ખોટા પાપનો ઉપદેશ આપીને નાશ પમાડશે.
દુષમકાળના સ્વભાવથી આ પાંચમા આરામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વિષમવૃષ્ટિ થશે. દુષમા કાળમાં મનુષ્યનાં શરીરનું પ્રમાણ સાત હાથ રહેશે. તેમાં પણ કાલક્રમે હાનિ થશે, છેવટે તે બે હાથનું શરીર રહેશે. દૂષમાના શરૂના કાળમાં મનુષ્યનું આયુષ્ય સે વરસનું જણાવેલું છે. કાલક્રમે ઘટતાં ઘટતાં છેવટે તેવીશ વરસનું રહેશે. અતિદૂષમા કાળમાં માણસની લંબાઈ બે હાથ પ્રમાણ, આયુ વિશ વરસનું અને લોકો ધર્મ રહિત બુદ્ધિવાળા થશે. અતિક્રુષમાના છેડાના કાળમાં મનુષ્યની ઊંચાઈ એક હાથની. આયુ સેળ વર્ષનું કાળના સ્વભાવથી થશે. તે સમયે ન કોઈ રાજા હશે, ન કેઈ નોકર, ન ઘરે, ન ઉત્સવો, ન સંબંધ હશે. મનુષ્ય ધર્મ રહિત અને સર્પ વગેરેને આહાર કરનાર થશે. અવસર્પિણી કાળમાં આયુ, બેલ, ઉંચાઈ અને ઉપલક્ષથી બુદ્ધિ, જમીનના રસ-કસ ઘટતા રહેશે અને ઉત્સર્પિણી કાળમાં તે જ પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org