________________
: ૧૩૬ :
પઉમચરિય–પદ્મચરિત્ર
પાપિણી એવી મેં અવિચાર્યું આવું કર્યું કે, જેથી પુત્રના જીવન પણ સંદેહ મને ઉત્પન્ન થયા. આરામ, ઉદ્યાન, બગીચાઓથી સમૃદ્ધ આ આદિત્યપુર પુત્રના વિરહમાં અરણ્યની જેવું મને શોભા આપતું નથી. પ્રફ્લાદ સ્ત્રીઓને સાત્વન આપીને પુત્રને ખોળવા માટે પ્રહસિતને આગળ કરીને નગરમાંથી બહાર નીકળે. બંને શ્રેણીમાં રહેનારા સર્વે ખેચરેન્દ્રોને બોલાવ્યા એટલે તેઓ પણ જલદી પ્રહલાદ રાજાની પાસે આવી પહોંચ્યા. તેઓ સર્વે પૃથ્વીમાં ચારે તરફ પવનગતિને ખોળતા બ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પ્રહૂલાદરાજાના પુત્રને અને દૂતને પ્રતિસૂર્ય કે જેયા. તેઓએ પૂછયું, એટલે પવનંજયનો સમગ્ર વૃત્તાન્ત કહ્યો. આ સાંભળીને અંજના પણ અધિકતર દુઃખ પામી. રોતી રોતી તે વિલાપ કરવા લાગી કે, “હા નાથ! પાપી, અતિ દુઃખભાગિની, મિલન-સુખ નહીં પામેલી એવી મને છોડીને તમે ક્યાં ગયા? ત્યાર પછી પ્રતિસૂર્યક પણ અંજનાને આશ્વાસન આપીને જલ્દી આકાશતલમાં ઉડ્યો, તો આગળ સર્વે વિદ્યાધરને જોયા. તે વિદ્યારે તેને ખોળતા ખોળતા ભૂતારણ્યમાં પહોંચ્યા, તે ત્યાં પવનંજયના મત્તેહાથીને જે તે ઉત્તમ હાથીને જોઈને સર્વ વિદ્યારે ઘણા રાજી થયા અને પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા કે, પવનગતિ નક્કી આટલામાં જ છે. અંજનપર્વત સમાન ઊંચો, શ્વેત દંતૂશળવાળો, ચપળ ચરણની ગતિથી ચાલનારે હાથી ઉત્તમ સેવકની જેમ ચારે બાજુ પ્રદક્ષિણા આપીને સ્વામીનું રક્ષણ કરી રહેલ છે. પવનગતિને દેખીને સર્વે વિદ્યારે નીચે ઉતર્યા, ત્યારે તેની પાસે આવતા સર્વેને હાથી રેકતો હતે.
- હાથીને વશ કરીને પવનંજયની પાસે બેચરો આવ્યા, ત્યારે યુગમાં આરૂઢ થએલા મુનિની જેમ નિશ્ચલ અંગવાળા પવનંજયને જોયે. પ્રહલાદ રાજા પુત્રને આલિગન કરીને ઘણા પ્રકારના પ્રલાપ કરતા સદન કરવા લાગ્યા–“અરે! એક સ્ત્રી ખાતર તું આટલું દુઃખ પામ્યા. આહારનો ત્યાગ અને મૌનને સ્વીકાર કરીને મરણ માટે કરેલો તેનો નિશ્ચય અને ઉત્સાહ જાણીને પ્રતિસૂયે અંજનાને સંબંધ સ્પષ્ટ કહ્યો. “હે કુમાર! સંધ્યાગિરિના શિખર પર અનંતવી નામના મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે મુનિને વંદન કરી પાછા ફરતાં મેં ત્યાં રાત્રે પલ્યુક ગુફામાં રુદન કરતી અંજનાને દેખી. મેં તેને જંગલમાં આવવાનું કારણ પૂછતાં તેણે પિતાને કેવી રીતે સાસરા અને પીયરમાંથી નિર્વાસિત થવું પડયું, તે સર્વ મને કહી જણાવ્યું. સ્વજનનેહ વહન કરતાં મેં તેને આશ્વાસન આપ્યું. તે જ દિવસે તેણે અત્યંત રૂપ અને લાવણ્યવાળા પુત્રને જન્મ આપ્યો. દિવ્ય વિમાનમાં લઈ જવાતો હતો, ત્યારે તે આકાશમાંથી પૃથ્વીતલ પર પડ્યો. અંજના-સહિત હું વિમાન લઈ નીચે ઉતર્યો, તો પર્વતની કંદરાના પ્રદેશમાં પડેલા તે બાળકને મેં જોયે
બાલક પડવા માત્રથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા, તે કારણે બાળકનું બીજું નામ “શ્રીશેલ” પણ રાખ્યું છે. સખી સહિત અંજના અને બાલકને આદર સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org