________________
[૧૨ ]
ઉદઘાત, પાઠાન્તરે અને પરિશિષ્ટો સાથે આ પઉમચરિયની બીજી આવૃત્તિ પ્રા. .. . પ્રા. અન્ય પરિષદ) કન્યાંક ૬ તરીકે, હિન્દી અનવાદ સાથે બે ભાગમાં વિ. સં. ૨૦૧૮ અને ૨૦૧૪માં વારાણસી અને અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. તેના પુન: સંપાદક-સંશોધક સુપ્રસિદ્ધ વિદ્વાન આગમપ્રભાકર મુનિરાજ શ્રીપુણ્યવિજયજી છે, તથા હિન્દી અનુવાદક પ્રાધ્યાપક શાન્તિલાલ મ. વેર એમ. એ. શાસ્ત્રાચાય છે. સંપાદકે આને પ્રથમ ભાગ ડો. હર્મન જેકેબીને અને બીજો ભાગ સદ્દગત સહચર મુનિ રમણિકવિજયજને અર્પણ કરેલ છે.
ઉપયુક્ત પઉમચરિયનો પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ કરી વિદ્યાવ્યાસંગી આચાર્ય શ્રીહેમસાગર સૂરિજીએ ગુજરાતી વાચકે પર મહાન ઉપકાર કર્યો છે. આશા છે કે જિજ્ઞાસુ વાચકો એનો સદુપયોગ કરશે. આ ચરિતમાં આવતા વિષયની અનુક્રમણિકા અહિં આપી છે. એથી પ્રસ્તાવનામાં એની પુનરુક્તિ કરવામાં આવી નથી. પ્રો. હી. ૨. કાપડીઆએ ઉપક્રમણિકા દ્વારા આ ચરિત ગ્રન્ય સંબંધમાં કેટલુંક વક્તવ્ય કર્યું છે, એથી અહિં પિષ્ટપેષણ કરવાનું નથી.
આજથી ગણીશ વર્ષો પહેલાં વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં રામાયણ-વિભાગનું ઉદ્દઘાટન થયું. તેમાં ભિન્નભિન્ન દેશ-સ્થળોની ભિન્ન ભિન્ન લિપિવાળી વાતમીકિ-રામાયણની પ્રતિયોને આધારે તેની સંશોધિત આવૃત્તિ પ્રકાશિત કરવાની યોજના થઈ. તે પ્રસંગે સં. ૨૦૦૭ ની શ્રાવણી પૂર્ણિમાએ “અઢી હજાર વર્ષો પહેલાં રામાયણ વિષે થયેલી ચર્ચા જૈન રામાયણે) એ નામનો ૧ લેખ મેં તૈયાર કર્યો હતો, તે જૈન સત્ય પ્રકાશ માસિક (અમદાવાદ)ના વર્ષ ૧૭ ના અંક ૧ લામાં પ્રકાશિત થયેલ છે. તેમાં મુખ્ય સાર ઉપર જણાવ્યો છે.
કિંચિદ વક્તવ્ય-પઉમરિયના વશમા ઉદ્દેશમાં તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા-નક્ષત્રો, જ્ઞાનવૃક્ષ અને નિર્વાણુસ્થાને દર્શાવ્યાં છે, તેમાં ૩૦મી ગાથા આ પ્રમાણે છે–
" सिद्धत्था पढमपुरी, रिक्खं तु पुणव्वसू सरलरुक्खो ।
अह संवरो नरिन्दो, जिणो य अहिणन्दणो पुणउ ॥ ३ ॥" ત્યાં હિન્દી ભાષાન્તરમાં જણાવ્યું છે કે બલિદાથ નામથી કરામ નગર, પુનર્વસુ નક્ષત્ર, સtaवृक्ष, संबर राजा और अभिनन्दन जिन तुम्हे पवित्र करें।"
–આમાં રખલન થઈ જાય છે ઉપર્યુક્ત ગાથામાં અભિનન્દન જિનની માતાનું નામ સિદ્ધાર્થ અને તેમની જન્મનગરી પ્રથમપુરી અર્થાત વિનીતા-અયોધ્યા હોવાનું સૂચન છે, એને અન્ય પ્રામાણિક ગ્રન્થથી સમર્થન મળે છે.
પઉમચરિય ઉ. ૩, ગા. ૫૬ માં કુલકરેને માટે ચોથા ચરણમાં–ોય તે વિશ્વમાં પ્રાણી ના હિન્દી અનુવાદમાં રોગોં ળેિ મા ઉજવતુલ્ય છે' જણાવ્યું છે, પરંતુ “પિતૃતુલ્ય છે” જણાવવું ઉચિત લાગે છે. - ઉ. ૨, ગા. ૭૪ માં વોગો (વોતઃ) શબ્દના અર્થમાં હિન્દી અનુવાદમાં ન સમાન જણાવેલ છે, ત્યાં વહાણ અર્થે ઉચિત જણાય છે. ગુજરાતી અનુવાદમાં એવી ખલનાઓ સુધારી લીધી છે.
પ્રાકૃતમાં કેગઈનું હિન્દીમાં ક્યાં મૂકેલું છે, પરંતુ આચાર્ય શ્રી હેમચન્દ્ર સંસ્કૃતમાં કૈકેયી જણવેલ હોવાથી ગુજરાતી અનુવાદમાં પણ તે પ્રમાણે રાખેલ છે. રાવણના પિતાનું નામ પ્રાકૃતમાં રણાસવ જણાવેલ છે, તેનું સં. રત્નાશ્રવ ઘટી શકે, પરંતુ આ, શ્રી હેમચન્દ્રના સંસ્કૃત જૈન રામાયણ પ્રમાણે ગૂજરાતી અનુવાદમાં રતનશ્રવા જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org