________________
: ૧૩૪ :
પઉમરિય-પદ્મચરિત્ર
મને નિધાન આપીને મારી આંખેા ખૂંચવી લીધી.' ત્યાર પછી અંજના પ્રતિસૂયૅ કની સાથે નીચે ઉતરી. મુખથી હા હા કરતી અંજનાએ શિલાતલ પર પડેલા બાળકને જોયા. પડવા છતાં બાળકના એક પણ અંગમાં ઈજા થઇ ન હતી-એવા અખંડ અંગવાળા બાળકને અત્યંત ખુશી થએલી અંજનાએ ગ્રહણ કર્યા. ત્યાર પછી પ્રતિસૂચે પણ હર્ષિત મનથી તેની પ્રશંસા કરી. પુત્રની સાથે અજના એકદમ વિમાન વાહનમાં આરૂઢ થઇ, ઘણાં મંગલ વાજિંત્રા વાગતાં હનુહ નગરમાં પ્રવેશ કર્યો. ઈન્દ્ર ઉત્પન્ન થાય, ત્યારે દેવે જેમ જન્માત્સવ કરે, તેમ તુષ્ટ થએલા ખેચરાએ પણ તેના માટા જન્માત્સવ કર્યા. ખાલપણમાં પણ જેણે પર્વત ઉપર પડીને તેને ચૂરી નાખ્યા, તેથી પ્રતિસૂર્ય કે તેનું શ્રીશૈલ' નામ પાડ્યુ, હનુમત નગરમાં જેવી રીતે મહાન સત્કાર મેળબ્યા, તેથી ગુરુજનાએ તેનું ‘હનુમાન’ એવું નામ પાડયું. સ જનાને આનંદ દેનાર, દેવકુમાર સમાન રૂપવાળા, માતાના મનને પ્રિય એવા નગરમાં ક્રીડા કરતા તે સુખેથી રહેવા લાગ્યા. આ પ્રકારે મહાન અને અતિશય દુઃખના મૂલસ્વરૂપ પૂષ્કૃત કર્મનું સ્વરૂપ સાંભળીને હું મનુષ્યા ! વિમલ જિનધર્મીમાં હંમેશાં સયમમાં સુસ્થિત તથા ઋનુભાવવાળા થાવ. (૧૨૩)
પદ્મચરિત વિષે હનુમાન જન્મ’ નામના સત્તરમા ઉદ્દેશ સમાપ્ત થયા. [૧૭ ]
[ ૧૮ ] પવન‘જય તથા અજનાસુંદરીનેા સમાગમ
શ્રીગૌતમ ગણધરે શ્રેણિકરાજાને કહ્યું કે, ‘ મગધાધિપ શ્રેણિક ! શ્રીશૈલના જન્મવૃત્તાન્ત તમને જણાવ્યેા. હવે પવન જયના વૃત્તાન્ત તમને કહું, તે સાંભળેા. અંજના પાસેથી રાત્રે પાછા કુલા પવનજચે લંકાધિપ રાવણ પાસે પહેાંચી તેને પ્રણામ કરીને પ્રાપ્ત કરેલ આજ્ઞા પ્રમાણે વરુણ સાથે યુદ્ધ કર્યું. સ'ગ્રામ ચાલતા હતા, ત્યારે વધુને હાર આપીને પવનતિએ સધિ કરાવી. જલના સ્વામી વરુણે ખરદૂષણને છેાડી મૂકયા. આ કારણથી રાવણે પવન'જયના સત્કાર કર્યાં અને રજા આપી એટલે ઉતાવળ કરતા તે આકાશ-માગે પાતાના નગરે ગયે. નગરમાં પ્રવેશ કર્યા, હુ સાથે માતાપિતાના વિનય કરીને પ્રિયા પાસે જવા ઉત્સુકમનવાળા તે અંજનાના ભવનમાં ગયા. ભવનમાં બેઠેલા તે પેાતાના સમગ્ર પરિવારને ખેાલાવી જીવે છે, તે તેમાં પ્રિયાને ન દેખવાથી પવન જયે મિત્રને પૂછ્યુ. તપાસ કરી, અજનાની હકીકત જાણીને મિત્રે કહ્યું કે, તારી ભાર્યાને મહેન્દ્રનગર માકલી આપી છે, એટલે તે હાલ પિતાના ઘરે રહેલી છે. આ સાંભળીને પવનવેગ મહેન્દ્રનગર ગયા, સાસરાને મળીને પછી અજનાના ભવનમાં ગયા. ત્યાં પણ અંજનાને ન દેખતાં વિરહાગ્નિથી તપેલા સવ અગવાળા તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org