________________
[૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન
: ૧૧૯ :
રાજા પણ ગયે અને સિદ્ધની પ્રતિમાઓની પૂજા કરીને સ્તુતિ-મંગલપાઠ પૂર્વક ભાગવંતને પ્રણામ કરીને સરખા શિલાપટ્ટ પર બેઠક લીધી. ભક્તિ-રાગથી પ્રેરાએલા પ્રલાદ રાજા પણ ત્યાં ગયા અને એકાગ્ર ચિત્ત સર્વે જિનાલયમાં સ્તુતિ કરી.
પૂજા-ભકિતને વિધિ પૂર્ણ થયા પછી બહાર નીકળ્યો એટલે મહેન્દ્ર રાજાએ તેને જોઈને ઉભા થઈ સન્માન કર્યું, એક બીજા પ્રત્યે વિનય અને પ્રેમ બતાવતા બંને જણે ત્યાં એક સ્થળે બેઠા. પ્રહલાદ રાજાએ મહેન્દ્રને શરીર આદિના કુશલ સમાચાર પૂછવા. ત્યારે મહેન્દ્ર કહ્યું કે, પુણ્યવગરનાને કુશલ ક્યાંથી હોય? રૂપ, યૌવન વગેરે ગુણસમુદાયવાળી પ્રથમવયમાં આવેલી મારે એક પુત્રી છે, તેને ગ્ય કેઈ વર પ્રાપ્ત થતું ન હોવાથી તેનું દુઃખ અનુભવી રહેલો છું. ફરી પણ મહેન્દ્રરાજાએ પ્રલાદ રાજાને મધુર વાણીથી કહ્યું કે, મારા મંત્રીઓએ મને કહ્યું કે, તમેને પવનગતિ નામને પુત્ર છે. હે સુપુરુષ! તેને હું આ મારી કન્યા આપું છું, તેના મંગલરૂપ વિવાહ કરે. આ વિષયમાં મેં ઘણું વિચારો કર્યા, હવે તમે મારા સર્વ મનોરથો પૂર્ણ કરો. ત્યારે પ્રહલાદે તેને પ્રત્યુત્તર આપ્યું કે, હે મહેન્દ્ર ! તમારી વાત સાચી છે, તમારા ગુણનુરાગથી હું અત્યંત ઉપકાર–પરવશ બનેલ છું. બંનેનું વિવાહ મંગલ કાર્ય આજથી ત્રીજા દિવસે માનસ સરોવરના કિનારા પર કરવાનું માન્ય કર્યું. એ પ્રમાણે નિર્ણય કર્યા પછી બંને પોતપોતાના સ્થાનકે ગયા પછી તેઓ હાથી, ઘોડા અને પરિવાર સહિત એકદમ માનસ સરવરે આવી પહોંચ્યા. વિદ્યાધર, સ્વજનો, પરિજનોથી પૂર્ણ તથા વિશાલ તેમજ ઋદ્ધિયુક્ત બંને તરફની સેનાઓના પડાવો પ્રતિષ્ઠિત થયા. કામની દશ દશાઓ
- “ત્રણ દિવસ પછી વિવાહ-મંગલ થશે” એમ ગુરુવગે કહ્યું છે, પરંતુ કન્યાને દેખવાની અભિલાષાવાળા પવનંજયને ત્રણ દિવસ કેમ પસાર કરવા, તે પણ અસહ્ય થઈ પડ્યું. મદનરૂપ સર્પથી ડંખાએલ, અંતરમાં રહેલી વેદનાથી ઘેરાએલે દેશ કે ગુણને જોઈ શકતો નથી કે જાણવા ગ્યને જાણી શકતો નથી. સર્ષથી ડંખાએલને સર્પશાસ્ત્રમાં સાત આવેગ કહેલા છે, પરંતુ મદનરૂપી સર્ષથી ડંખાએલાને તો તેનાથી પણ અધિક દશ આવેગો થાય છે. પ્રથમ આવેગમાં ચિન્તા થાય છે, બીજા આવેગમાં તેને જોવાની અભિલાષા થાય છે, ત્રીજા આવેગમાં લાંબા નસાસા મૂકે છે, ચોથા આવેગમાં જવરનાં ચિહ્નો અનુભવે છે. પાંચમાં આવેગમાં કામદાહથી દાઝે છે, છઠ્ઠામાં ભોજન ઝેર સરખું લાગે છે, સાતમા માં પ્રલાપ કરે છે, આઠમા આવેગમાં ગાંડા માફક ગાય છે, નવમાં આવેગમાં મૂચ્છથી મુંઝાય છે, દશમા આવેગમાં અપૂર્ણ મનેરથવાળો-અકૃતાર્થ મૃત્યુ પામે છે. આ પ્રમાણે મદનસર્ષથી ડંખાએલાને દશ આવેગો કહેલા છે. આ પ્રમાણે કામ-સપેથી ડસાએલ પવનંજય હાસ્ય વગરને વિરહરૂપી ઝેરના નાશ માટે તે કન્યારૂપી ઔષધિની ઈચ્છા કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org