________________
: ૧૧૨
પઉમચરિય–પદ્મચરિત્ર
એને માટે કહેલાં છે. ઈર્ષા, ભાષા, એષણ, આદાન-નિક્ષેપ તથા પારિષ્ટાપનિકા એ નામની પાંચ સમિતિએ કહેલી છે. મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિએ મુનિઓએ નક્કી ધારણ કરવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ અને શ્રેષયુક્ત રાગ એ આત્મામાં રહેલા મહાશત્રુઓ છે. તેઓને કોઈ પ્રકારે થતા રોકવા જોઈએ. અનશન, ઊદરિકા, વૃત્તિ-સંક્ષેપ, કાયશ, રસ–પરિત્યાગ તથા વિવિક્તશય્યાસન-આ છ પ્રકારનું બાહ્યત૫. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ–આ છ પ્રકારનું અત્યંતરત૫; એમ બાહ્યા અને અત્યંતર તપના બાર ભેદ સમજવા. જિનેશ્વર ભગવંતે આ પ્રમાણે બાર પ્રકારનો તપ કહે છે. પાપનો ત્યાગ કરેલ શ્રમણ કર્મનિર્જરા માટે તેનું ભાવથી સેવન કરે છે. પોતાના દેહ ઉપર પણ જેઓ મમત્વ વગરના-નિરપેક્ષ છે, નિરભિમાની, ઈન્દ્રિયો ઉપર અંકુશ રાખનારા, ધીર, બાર પ્રકારની અનુપ્રેક્ષાઓમાં હંમેશાં આત્માને ચિંતવનારા હોય છે. અર્થાત્ અનિત્યાદિ બાર ભાવનાઓનું ધ્યાન કરે છે, વાસી-ચંદન સરખા એટલે કઈ વાંસલાથી શરીર છોલે, અગર બાવનાચંદનનો શીતલ લેપ કરે, તે બન્ને પ્રત્યે સમભાવ રાખનારા હોય, પણ દ્વેષ કે રાગ કરનાર ન થાય. સુખ અને દુઃખ બંનેમાં સમાન ભાવ રાખનારા, સૂર્યાસ્ત થયા પછી નિવાસ કરનાર અર્થાત્ સૂર્યની સાક્ષી વગર રાત્રે ન ચાલનારા, સિંહની જેમ શ્રમણો નિર્ભય હોય છે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શોને સહન કરનારા, પવનની જેમ સર્વસંગથી મુક્ત, આકાશ સરખા નિર્મલ મનવાળા, સમુદ્ર સરખા ગંભીર, ચંદ્ર સરખા સૌમ્ય-શાન્ત આહૂલાદક, સૂર્યની જેમ તપ-તેજથી દીપતા, મેરુની જેમ ધીર, પરિષહ-ઉપસર્ગોમાં અડોલ અને મહાન, પક્ષી માફક સંગ વગરના શ્રમણો હોય છે.
સાધુ ભગવંતો શીલનાં અઢારહજાર અંગને ધારણ કરનારા હોય છે. શ્રમણ પરમપદ–મોક્ષનું ચિંતન કરતા અનાકુલપણે વિચરનારા હોય છે. જિનેશ્વરે કહેલા ધર્મ અને તપનું સેવન કરવાના ફલસ્વરૂપે ઉત્પન્ન થએલી આમશૌષધિ આદિ ઋદ્ધિના વિભાવવાળા, તપની લક્ષ્મીથી વિભૂષિત અંગવાળા, અદભુત કાર્ય કરવાની શક્તિવાળા હોય છે. તેમનામાં એવા પ્રકારની શક્તિ છૂપા એલી હોય છે કે, કેઈ તેવા લબ્ધિવંત મુનિવર દિવસનાથ–સૂર્યને તત્કાલ નિસ્તેજકરી નાખે છે, તે કઈ ચન્દ્રને ઉછાળીને મેઘની. જેમ વરસાવે છે, સ્થિર મેરુને પણ કંપાવે છે, પવન સરખા વેગથી આધાર વગર આકાશમાં ચાલે છે, તે મુનિવરના ચરણની રજથી અનેક વ્યાધિઓ શાન્ત થાય છે.
કઈ મુનિ મધુ-સાકર કરતાં અધિક મધુર શબ્દવાળી વાણી સવણ કરનાર હોય, કોઈ દૂધના, તો કઈ ઘીના સ્વાદ કરતાં અધિક સ્વાદિષ્ટ વાણી ઝરાવનાર હોય, કઈક અમૃતસ્ત્રાવી હેય. કોઈ કષ્ટબુદ્ધિવાળા અર્થાત્ કોઠારમાં ભરેલું ધાન્ય ઓછું ન થાય, તેમ ગુરુ પાસેથી સાંભળેલ તમામ સૂત્ર અને અર્થ, વગર ભૂલ્ય યાદ રાખનારા, કેટલાક પદાનુસારી એટલે એકપદના આધારે ભૂલાએલ સર્વ પદ કહેનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org