________________
[૧૩] ઈન્દ્રનું નિર્વાણ–ગમન
. ૧૦૭ : ૨માં ક્રોધ પ્રસરાવીને તે નન્દિમાલિના ઉપરને વૈરાનુબંધ છેડતા નથી. પછી કોઈક સમયે ચારિત્રમોહનીય કર્મને ક્ષયપશમથી પ્રતિબંધ પામ્યું. ત્યાર પછી નન્દિમાલીએ પરિગ્રહ અને આરંભને ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી. સાધુઓના પરિવાર સાથે વિહાર કરતા કરતા તે હંસાવલી નદીના કિનારે આવી પહોંચ્યા. પરિભ્રમણ કરતા તે મુનિને તે દેખ્યા. રથાવત નામના પર્વત ઉપર ધ્યાનમાં બેઠેલા તે મુનિને તે ઓળખ્યા અને અહલ્યાના કારણે જે કંઈ બન્યું હતું, તે સર્વ તને યાદ આવ્યું. ક્રોધે ભરાઈને તે મુનિવરને બાંધ્યા. તેમનાં સર્વ અંગે જકડી લીધાં, તો પણ ગુંજારવ કરતા વાયરાથી જેમ મેરુ કંપતું નથી, તેમ આ મુનિ ચલાયમાન ન થયા. તે મુનિના પિતાના ભાઈ અને કલ્યાણ ગુણધર નામના મુનિ તેને ઉપસર્ગ થતે દેખીને રેષાયમાન થયા અને પિતાને ધ્યાનયોગ પૂર્ણ કર્યો. તે મુનિ એકદમ કે પાગ્નિથી જલી રહેલા હતા. તેને મુનિએ જેયા. તારી સર્વશ્રી નામની ભાર્યાએ મહર્ષિને શાન્ત કર્યા. સમ્યકત્વ-યુક્ત ભાવિતમતિવાળા અને દયાળુ તે મુનિ તે સ્ત્રીને દેખતાં જ પ્રસન્ન મનવાળા થઈ ગયા. મમત્વ અને અહંકાર-રહિત દઢચારિત્રવાળા મુનિની જે નિંદા કરે છે, માર મારે છે, તેને સંતાપે છે, તે મૂઢાત્મા લાંબા કાળ સુધી સંસારમાં પરિ. ભ્રમણ કરનાર થાય છે. આ પ્રકારે પુણ્ય અને પરાભવમાં જે વિશેષતા છે, તે જાણીને દુખનાં આશ્રયભૂત સર્વ કારણે ખરેખર ધર્મથી વિનાશ પામે છે.
પિતાનું ચરિત્ર સાંભળીને વૈરાગ્યભાવ પામેલે ઈન્દ્ર મુનિને પ્રણામ કરી બેઠેલો, તે વળી ફરી ફરી પરમાર્થ વિચારવા લાગ્યા. ઉપદેશ આપીને સાધુ પોતાના સ્થાનકે ગયા. ઈન્ડે પણ પિતાના સમગ્ર રાજ્ય પર પોતાના વીર્યદત્ત નામના પુત્રને સ્થાપિત કર્યો. માતાપિતા, સ્વજન અને પિતાની ભાર્યાની અનુમતિ પ્રાપ્ત કરીને દુઃખ અને કર્મના ક્ષય માટે જિનેશ્વરે ઉપદેશેલી દીક્ષા અંગીકાર કરી. વિવિધ યોગ અને કરણોથી તપ સેવન કરીને તે દ્વારા કર્મ-મલને સર્વથા નાશ કરીને કેવલજ્ઞાન ઉપાર્જન કરી પોતાના આત્માને વિમલ-નિર્મલ શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન કરી કૃતાર્થ થએલ ઈન્દ્ર મોક્ષ પામ્યા. (પર)
આ પ્રમાણે પચરિત વિષે “ઈન્દ્રનું નિર્વાણ-ગમન” નામને તેરમો
- ઉદેશે પૂર્ણ થયો. [૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org