________________
૩ ૭૪ :
પઉમચરિય–પદ્મચરિત્ર ન વિંધ્યા હોય. યુદ્ધમાં ભયથી વિહત બનેલા પિતાના સૈન્યને દેખીને ગંગાધર અને મહીધર બંને નિરાશ બની પલાયન થઈ ગયા.
પદય જાગૃત થયે, એટલે ચૌદ રત્નના સ્વામી તથા સમગ્ર ભરતક્ષેત્રના અધિપતિ દશમાં ચક્રવર્તી હરિણુ ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યા. સમગ્ર રાજ્યનો ભેગવટ કરવા છતાં મદનાવલી વિષે રાગબુદ્ધિવાળા તેને તેના વગર ત્રણે લોક સુનાં લાગતાં હતાં. તેને મેળવવા માટે હરિષેણ પિતાના સૈન્ય સાથે તાપસના આશ્રમપદમાં આવ્યો, પુષ્પ-ફલ-પરિપૂર્ણ હસ્તવાળા વનચરોએ તેનાં દર્શન કર્યા. ભય ધારણ કરતા જનમેજયે તે સુન્દર કન્યા તેને આપી. ત્યાર પછી નાગમતીએ તેને વિવાહવિધિ સુંદર રીતે ઉજવ્ય. બત્રીસ હજાર રાજાઓના પરિવારવાળો, મદનાવલી સહિત સેંકડો મંગલ-સ્તુતિએથી પ્રશંસાતે કાંપિલ્યપુરમાં આવી પહોંચ્યો. ત્યાં પોતાની પ્રામાતાને દેખીને તેના ચરણમાં પ્રણામ કર્યા. માતા પણ પુત્રને દેખીને એટલે હર્ષ પામી છે, જે અંગમાં સમાતો ન હતો. સૂર્ય–સમાન તેજસ્વી અવયવવાળા, રત્નના બનાવેલા હોવાથી આશ્ચચકારી, એવા અનેક જિનરથે હરિજેણે કાંપિલ્યપુરમાં બનાવરાવ્યા અને તેમાં પ્રભુ પધરાવીને માતા વપ્રાને નગરમાં ભ્રમણ કરાવ્યું. શ્રમ અને શ્રાવકે મહાસમૃદ્ધિશાળી બન્યા. તેમ જ ધર્મમાં પ્રયત્નવાળા તેમજ બુદ્ધિવાળા લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો. તે હરિષેણુ ચક્રવર્તીએ પૃથ્વીતલમાં ઉંચા અને ઉજજવલ એવાં ઘણું મંદિર અનેક ગામો, નગર, શહેરે, નદીના સંગમ અને પર્વતના શિખર ઉપર બંધાવ્યાં. લાંબા કાળ સુધી રાજ્ય કરીને, વિષયભોગ ભોગવીને છેવટે તેને ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી કર્મરહિત થઈ મોક્ષે ગયા. ભુવનાલંકાર હાથી
હરિષણની આ કથા સાંભળીને દશાનન ઘણે તુષ્ટ થયે. સિદ્ધોને નમસ્કાર કરીને તરત આગળ પ્રયાણ કર્યું. એકદમ “સમેત” પર્વતના એક શિખર ઉપર ઉતર્યો. ત્યાં ચારે બાજુ વિસ્તાર પામેલ અત્યંત ગંભીર એવો શબ્દ સાંભળે. દશવદને પૂછયું કે, “આ શબ્દ કોને ? અને કયાંથી સંભળાય છે?” ત્યારે રાવણના મામા પ્રહસ્તે જણાવ્યું કે, હે સ્વામી! આ શબ્દ તે હાથીને સંભળાય છે. ત્યાર પછી પ્રહસ્તે વનમાં રાવણને તે હાથી બતાવ્યું. મેઘના સમૂહ સરખા શ્યામ કાંતિવાળા, અંજનપર્વત સરખી કાળી છાયાવાળા, સાત હાથ ઉંચા, નવ હાથ લાંબા, દશ હાથની પરિધિવાળા, ઘણું મેટા, સજજડ પુષ્ટ વિશાલ કુંભસ્થલવાળા, લાંબી સૂંઢવાળા પદ્મકમલસમાન. લાલવર્ણન તાળવાવાળા, સફેદ દાંત તથા પીળા નેત્રવાળા, ગંડસ્થળથી ઝરતા મંદના પ્રવાહવાળા આવા પ્રકારના હાથીને દેખીને પુષ્પકવિમાનથી એકદમ નીચે ઉતર્યો અને હાથીની સમીપમાં ગયે. ત્યાં શંખ ફૂંકીને જંગલી જાનવરોને ત્રાસ પમાડનાર ભયંકર મત્તેહાથીને બોલાવ્યો કે, “અરે ! તું મારી પાસે આવ. શંખનો શબ્દ સાંભળીને તથા દશાનનને સામે આવતે દેખીને મન અને પવન સરખા વેગથી હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org