________________
( ૧૯૭) તે નહિ સુધરે-કસ્તુરીનું ખાતર કરે, સિંચે ગંગાજળ સાર
લસણ લેશ ન સુધરે, એની ગંધ અપાર. પ્રસંગ ન પાડે–દુષ્ટ સ્વભાવ દુર્જન તણે, છેડે તેહનો સંગ;
અતિ દુઃખ તેહથી ઉપજે, પાડે નહિ પ્રસંગ. તેને સંગત્યાગ–દુર્જન સંગ દૂર કરે, કરે રંગમાં ભંગ;
માટે સમજી મન વિશે, તજે તેહને સંગ. વિશ્વાસ ન કરો–દુષ્ટ દૂર્જનને પરિહરે, નહિ વિશ્વાસનો વાસ
ભુજંગમણી ભુષિત ભલે, તે પણ પૂરણ ત્રાસ, ઘણે ઝેરી હોય–પ્રીયવાદી પણ દુષ્ટ જન, ઝેરી જન ત્યે જેય;
મીઠાશ મૂખે હો ભલે, હૈયે હળાહળ હોય. કદી ન સુધરે—કીગ કપૂર ખાવે કદી, સ્વાન સરિતા નહાય;
ચંદન ખરેને ચોપડે, સ્વલ્પ નહિ સુધરાય. બસ અને બાવન દુહા, સ્વપર જને સુખકાર; લખ્યા લલિત તે લાભના, વાંચી કરે વિચાર.
પાઈ રૂપમાં. પુન્યવંતને પુન્યવંતને પાંશરૂ થાય, ભાલે ભિખારી ખેળી ખાય; નિભંગી–ભાગ્યશાળીને ભુતો ભરે, અકરમીની પહેલી મરે.
અકરમી બહુલા ઉદ્યમ કરે, અર્થ એકે એથી નવિસરે,
નિભંગીને નહિ મળે કશું, પુન્યશાળીને જોઈયે છે શું. થોડે મજા–કુલણજી મને ઘણો ફુલાય, હાથે કરીને હારી જાય;
અતિ આહારેઅરણથાય, ઉદરીઆહારેસુખમાંકાય. ઘણું કરે તો રહે નહિ ઘાટે, ઘણું કરે છે તે છેડા માટે,
ઝાઝાં નીર જરૂર ખુટવાના, ઝાઝાં હેત તુરત તુટવાના. દષ્ટ જન–હરામી જનને હોદ્દો મળ્યો, કુડાં કુકર્મો કરવા વન્ય;
હતી કુહાડી ને હાથે ભલી, મરકટને નીસરણું મળી. મફતખાઉ–-ઘોડું લઈ ગાંમંતર ગયા, પારકુ ખાઈ પાવરધા થયા;
ઘોડા ઘર આ તો છે આપડા, મને ઘેસને તને લાકડાં. સુલક્ષણ–બત્રીશ ઠેકર જે જન ખાય, બત્રીસ લક્ષણો તેથી થાય; અણકમાઉને ઉનું ભાવે, કામ કરતાં કંટાળો આવે.
સોરઠા, કષાયને તજો–સહી જે વાંછો સુખ, કાર તજે કષાયે તણો,
નહી તો નકકી દુઃખ, છ પાંચ સંગે નહિ ગણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org