________________
(૧૧૭)
દરેક મહિનાની વદી ૭ ના રોજ રાત્રના ભાગની વિષ્ટિ આવે છે. તે ઈશાન કોણની જાણવી.
આ વિષ્ટિની દિશાઓ બતાવવાથી એમ સમજવું કે, જે દિવસે જે દિશામાં વિષ્ટિ આવતી હોય, તે દિવસે તે દિશામાં ગામ જવું નહી, તેમ શુભકાર્ય કરવું નહી.
પંચકની સમજ. જે વખતે ધનિષ્ઠા નક્ષત્રને અર્ધો ભાગ વીતી જાય, ત્યારથી આરંભીને રેવતી નક્ષત્ર ઉતરી રહે, ત્યાં સુધી (ધનીછા અધું, શતતારકા, પૂર્વાભાદ્રપદ, ઉતરા ભાદ્રપદ, અને રેવતી) એ પાંચ નક્ષત્રનું પંચક કહેવાય છે, અથવા કુંભનો ચંદ્ર જે વખતે બેસે તે વખતથી આરંભીને મીનને ચંદ્ર ઉતરી રહે ત્યાં સુધી પણ એજ પાંચ નક્ષત્રોનું પંચક થાય છે, તે પંચકમાં દક્ષિણ દિશા તરફ જવું નહિં, ઘરનું ખાત કરવું નહિ, મડદુ બાળવું નહિ, (બાળવાની અગત્ય હોય તે તેને વિધિ કરીને બાળવું) લાકડાં તથા ઘાસને સંધરે કરે નહિ, સુવાને પલંગ ભરે નહિં, અને ઘણું કરીને અશુભ કામ પંચકમાં કરવું નહિ. પણ ઘણાં ખરાં શુભ કામ પંચકમાં કરવાં કહ્યા છે.
ચોવીશ હોરાઓની સમજ દિવસ અને રાત મળીને ૬૦ ઘડી હોય છે, અથવા ૨૪ કલાક હોય છે. તેમાં રા ઘડીની અથવા ૧ કલાકની એક હોરા હાય, એ પ્રમાણે એક અહેરાત્રિમાં ૨૪ ચોવીશ હેરાઓ ભેગવાય છે, તે એવી રીતે કે જે વખતે સૂર્યનો ઉદય થાય તે વખતે જે વાર બેસે છે, ત્યારે તેજ વારની પહેલી હારા જાણવી ત્યાંથી છઠ્ઠા વારની બીજી હેરા આવે, જેમકે કારતક સુદી ૧ ને શુકવાર છે, ત્યારે પહેલી શુકની હોરા બેઠી, ત્યારથી બીજી છઠ્ઠીવાર બુધની બેસે, ત્યારથી ત્રીજી સોમવારની બેસે, એમ અનુક્રમે બાકીની છઠ્ઠા છઠ્ઠીવારની ગણું લેવી.
ચંદ્ર, બુધ, ગુરૂ અને શુક–આ ચાર વારની હોરા સારી જાણવી, એ હોરાઓમાં કાઈપણ શુભ કામ આવ્યું હોય તે તે કામ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org