________________
( ૮૧ ) પાંડુક વન–ચૂલિકાને ગેળ ચકાવે વિંટાયેલું૪૯૪ જેજન છે.
પાંડુક વનની–બહાર ચાર દિશાએ દરેકે અર્ધ ચંદ્રાકારે અણ સુવર્ણમય ચાર શિલાઓ છે, ત્યાં પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ તથા ભરત અને ઐવિત ક્ષેત્રના તીર્થકરેને જન્માભિષેક કરાવાય છે. તે નીચે પ્રમાણે –
તે શિલાઓને ખુલાસે. પૂર્વ દિશામાં—પાંડુક શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરોને જન્માભિષેક થાય છે.
પશ્ચિમ દિશામાં–રક્ત શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરેને જન્માભિષેક થાય છે.
ઉત્તર દિશામાં–રક્તકંબલ શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર એરવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થ કરેને જન્માભિષેક થાય છે. - દક્ષિણ દિશામાં—પાંડુકર્કબલ શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના પર ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરેને જન્માભિષેક થાય છે.
એ ચાર શિલાઓ ઉપર જે સિંહાસને કહ્યા, તે દરેક ૫૦૦ ધનુષ્ય લાંબા અને ૨૫૦ ધનુષ્ય પહોળા તેમ જ ધનુષ્ય ઊંચા રત્નમય છે.
મેરૂના જે ચાર વન કહાં તે દરેક વનમાં ચાર દિશાએ ચાર સિદ્ધભગવાનના દેરાં છે અને દરેકની વિદિશીમાં ચાર ચાર વાવ્યા છે, (દરેક વનની ૧૬) તે ચાર વાવ્યા વચ્ચે પ્રાસાદાવતંસક (સાધર્મ તથા ઈશાન ઇંદ્રના મહેલ) છે. ભદ્રશાળવને ૮ દિશી હસ્તિકૂટ છે, નંદનવને ૯ ફૂટ છે, તેમનસવને ૧ ચૂલિકા સિદ્ધાયતન છે અને પાંડુવને ૪ અભિષેક શિલા છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org