________________
( ૪૬ ) નારકીથી નીકળ્યા જીવની ગતિ. પહેલી નરકને નીકળે જીવ ચકવર્તી આદિ સમસ્ત પદવી પામે.
બીજી નરકને નીકળ્યો જીવ મનુષ્ય, વાસુદેવ, બળદેવ થાય પણ ચક્રવતી ન થાય. - ત્રીજી નરકને નીકળ્યો જીવ ગર્ભજ મનુષ્ય થાય, તીર્થકર પણ થાય, પણ વાસુદેવ બળદેવ ન થાય.
ચેથી નરકને નીકળે જીવ ગર્ભજ મનુષ્ય થાય, કેવળ જ્ઞાન પામે, પણ તીર્થકર ન થાય.
પાંચમી નરકને નીકળે જીવ ગર્ભજ મનુષ્ય થાય, અને સર્વ વિરતીપણું પામે. પણ કેવળ જ્ઞાન ન પામે. - છઠી નરકને નીકળ્યો જીવ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જાય, દેશ વિરતીપણું પામે, પણ સર્વ વિરતીપણું ન પામે. - સાતમી નરકને નિકળ્યો જીવ ગર્ભજ તીર્થંચ માંહે જાય અને સમકિત પણ પામે.
કયા જી કયી નરક સુધી જાય. ૧ સમૃદ્ધિમ-તીર્થંચ પચેંદ્ધિ પહેલી નરક પર્યત જાય. ૨ ભુજપરીસ–ઘે, નળીયા પ્રમુખ બીજી નરક સુધી જાય. ૩ પક્ષીઓ–ગીધ, સીચાણ, સામળી પ્રમુખ ત્રીજી નર્ક સુધી જાય. ૪ ચતુષ્પદ-સિંહ, કુતરા, બિલાડા પ્રમુખ ચેથી નર્ક સુધી જાય. ૫ ઉરપરીસર્પ–કાળા, ધોળા કાબરા, લીલા પ્રમુખ પાંચમી નક
સુધી જાય. ૬ સ્ત્રીવેદે નરકાયુ બાંધે એવી સ્ત્રીરત્ન પ્રમુખ તે યાવત છઠી - નર્ક સુધી જાય. ૭ મનુષ્ય તથા તંદુળીયાદિક મચ્છ સાતમી નર્ક સુધી જાય.
વળી સર્પાદિક, સિંહ પ્રમુખ-ગીધ પ્રમુખ-મચ્છાદિક એટલી જાતીને જીવે, નરક થકી આવ્યા હોય અને ફરી મરીને પણ નરકમાં જ જાય.
સંઘયણ આશ્રયી નરક ગમન. છેવઠા સંઘયણું જીવ–બીજી નરક સુધી જાય, ઊપર ન જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org