________________
%
૮
૮
૦
૯
૧
અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે, શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર તે. આભવ પરભવ જે કર્યો છે, પાપકર્મ કંઈ લાખ તે; આત્મ સાખે તે નિદીએ એ, પડિમિએ ગુરૂશાખ તે. મિસ્યામતિ વતવિયા એ, જે ભાખ્યા ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યા સૂત્ર તે. ઘડ્યાં ઘડાવ્યા જે ઘણું એ, ઘરેટી હળ હથિયાર તે; ભવ ભવ મેળી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષીયાં એ, જનમ જનમ પરિવાર તે જન્માંતર પિત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિાધે સરાવીએ, આણું હૃદય વિવેક તો. દુષ્કૃતનિંદા એમ કરી એ, પાપ કરો પરિહાર તે; શિવગતિ આરાધનતણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯
ઢાળ છઠ્ઠી.
આદિ તું જોઈને આપણુ–એ દેશી. ધન ધન તે દિન માહરે, જહાં કીધે ધર્મ દાન શિયળ તપ આદરી, જે ટાળ્યાં દુષ્કર્મ. ધન૧ શેત્રુજાદિક તીર્થની, જે મેં કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યા પાત્ર. ધન. ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનઘર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે બેત્ર. ધન૩ પડિક્કમણાં સુપર કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણે, સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણુએ, ચિત્ત આણું ઠામ સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. ૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, જોગવીએ સોય. ધન- ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org