________________
: ૧૫૩ :
જ્ઞાનદેવા, ૧૬ ધન્વંતરી, ૧૭ પરશુરામ, ૧૮ પૃથુરાજા, ૧૯ રામચંદ્ર, ૨૦ કૃષ્ણ, ૨૧ વ્યાસજી, ૨૨ ખાદ્ધ, ૨૩ કલકી, ર૪ મેાહિની રૂપ. પચીશ વસ્તુસંગ્રહ. પચીશ કષાય.
અનંતાનુબ’ધી—જેના ઊયે અનંત સંસાર બંધાય તે. તેના ક્રોધ, માન, માયા, લેાભ ચાર ભેદ છે. તે જાવજીવ સુધી રહે. સભ્યને નાશ કરી નર્ક ગતિયે પાચાડે. તે ક્રોધ પર્વતની ફાટ જેવા છે, માન પાષાણના થાંભલા જેવા છે, માયા કઠણ વાંસના મૂળ જેવી છે. અને લાભ કૃમિજના રંગ જેવા છે. ગમે તેટલુ ભણવા વાંચવા અને સમજાવ્યા છતાં પણ તે કષાય દૂર થતા નથી.
અપ્રત્યાખ્યાની—જેના ઊચે થાડા પણ પચ્ચખ્ખાણની પ્રાપ્તિ ન થાય તે. તેના ક્રોધ, માન, માયા. લેાભ, ચાર ભેદ છે તે એક વર્ષ સુધી રહે, દેશિવરતપણાને નાશ કરી તીય ચ ગતિયે પાહાચાડે. તે ક્રોધ સુકા તળાવની ફાટ જેવા છે, માન હાડકાના થાંભલા જેવા છે, માયા મેઢાના શીંગડા જેવી છે, લાભ નગરના ખાળના કાદવના રંગ જેવા છે. આ કષાય કોઈ બુદ્ધિમાન માણસને સારા માણસના ઠપકાથી મહા મહેનતે જાય છે.
પ્રત્યાખ્યાની—જેના ઊદયે ચારિત્ર પ્રાપ્ત ન થાય તે. તેના ક્રોધ, માન, માયા, લેાભ ચાર ભેદ છે. તે ચાર માસ સુધી રહી સર્વ વિરતિપણાને નાશ કરી મનુષ્યગતિએ પાંચાડે. તે ક્રોધ રેતીની લીટી જેવા છે, માન કાષ્ટના થાંભલા જેવા છે, માયા બેલના સૂત્રની રેખા જેવી છે, લેાભ અંજનના રંગ જેવા ( ગાડાના ઉંગ જેવા ) છે, આ કષાયવાળા માણુસ કાંઇક સરળ હાય છે, તેને ડાહ્યા માણસના સામાન્ય ઉપદેશથી આ કષાય આશ થાય છે, તેા પણુ કષાયથી સુખ થતુ નથી, તેથી તેટલે પણ કષાય દુ:ખદાયી જાણી તજવા જોઇયે.
સંજ્વલન—જેના ઊચે ચારિત્રધારક થાડું દીપે તે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે, તે પંદર દિવસ સુધી રહી યથાખ્યાત ચારિત્રના નાશ કરી દેવગતિયે પોચાડે, તે ક્રોધ પાણીની લીટી જેવા છે, માન નેતરની સેાટી જેવા છે, માયા
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org