________________
: ૧૨૫ :
બીજી મૃષાવાદ વિરમણ—કન્યા, પશુ, ભૂમિ, થાપણ, અને કુડી શાખ ન ભરવી તે પાંચ મેટાં નુાં વજ્ર વાં તે. ત્રીજી અદત્તાદાન વિરમણુ—ખાતર પાડવું પડાવવું, ગાંઠ છેડવી, ખીસા કાતરવાં, તાળુ ભાંગવું, લૂંટ કરવી, પડેલી ચીજ લેવી, અને રાજ્યને દંડ ઉપજે તે.
ચેાથું મૈથુન વિરમણુ-સ્વદારા સંતાષ, પરસ્ત્રી ગમન ત્યાગ, તેમ તીચ નપુ ંશકાર્દિકના ત્યાગ તે.
પાંચમુ` પરિગ્રહ વિરમણ—ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, સેાનું, રૂપુ, બીજી ધાતુ, દ્વીપદ, અને ચાપદ વિગેરેના ત્યાગ તે.
છ દિશી પરમાણુ દશે દિશીમાં જવા આવવાના નિયમ તેમ કાગળ, તાર, માણસા મેાકલવા વિગેરે તે.
સાતમું ભાગે પભોગ પરિમાણુ—ભાગ તે એકજવાર ભાગવી શકાય તે, અને ઉપસેાગ તે વારવાર ભાગવાય તે–તેના માટે ચાદ નિયમે ધારવા તે ચાદ આંકમાં જોઇ લ્યા.
આઠમું અને દડે વિરમણ્—જેના લીધે વિના કારણે પાપ બંધાય તેવા કોઇ પણ કાર્યો કરવાં નહી તે.
નવમું સામાયિક વ્રત——રાગ દ્વેષને અભાવ અને સમ ભાવની બુદ્ધિ ધારણ કરાય તે.
દશમું દેશાવગાસિક વ્રત—છઠ્ઠા વ્રતમાં ધારેલ તેને કાંઈ સંક્ષેપ કરવા, તેમ દેશ સામાયકનું પણ દેશાવગાસિક વ્રત થઈ શકે છે.
અગિયારમું પાષધ ત્રત—જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણાને પુષ્ટિ મળે તે.
બારમું અતિથી વિભાગ—ચોવિહાર ઉપવાસના પારણે એકાસણું કરી જિન પૂજા કરી મુનિરાજને વહોરાવી જમવું તે અથવા પાષધ વિના પણ મુનિરાજને વહોરાવી જમવું તેમ થાય છે. તેમ મુનિના અભાવે ઉત્તમ સાધી ભાઈને જમાડી જમવું તેમ પણ થઈ શકે છે.
આ સામાન્ય વિધિ છે, વિશેષ વિસ્તારથી ખારવ્રતની ટીપ આદિથી જાણી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org