________________
તપને પ્રભાવ કેટલે વર્ણવી શકાય? જે કઈને કઈ પણ પ્રકારે કયાંય પણ ત્રિભુવન મધ્યે સુખ-સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યાં સર્વત્ર (બાહ્ય અત્યંતર ) તપજ કારણરૂપ છે, એમ ચેકકસ સમજવું અને તેનું આરાધન કરવા યથાવિધ ઉદ્યમ સેવ, કિં બહુના.
ભાવકુલક ભાવાર્થ. કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળઉપદ્રવ કાળે, સમભાવને ધારણ કરવાવડે જે કેવળજ્ઞાન લક્ષમીને વર્યા, તે શ્રી પાWપ્રભુ જયવંતા વર્તો !
જેમ કાથા ચુના વગરનું તાંબૂલ (નાગરવેલનું પાન ) અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગર દાન શીલ તપ અને ભાવનાઓ પણ, ફળદાયી નહિ થતાં અફળ થાય છે.
મણિ, મંત્ર, ઔષધી તેમજ જંત્ર તંત્ર અને દેવતાની પણ સાધના, દુનિયામાં કોઈને ભાવ વગર સફળ થતી નથી, ભાવ ગેજ તે તે વસ્તુઓની સિદ્ધિ થતી દેખાય છે.
શુભ ભાવના વેગે પ્રસન્નચંદ્ર (રાજર્ષિ) બે ઘડી માત્રમાં, રાગદ્વેષમય કર્મની ગુપિલ ગ્રંથી–ગાંઠને ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા.
નિજદોષ (અપરાધ) ની નિંદા ગહ કરીને ગુરૂણીનાં ચરણની સેવા કરતાં, જેણુને શુભ ભાવથી કેવળજ્ઞાન ઉપવું તે મૃગાવતી સાધ્વી જયવંતી વર્તો.
મોટા વાંસ ઊપર નાચવા માટે ચહ્યા છતાં, કઈ મહા મુનિરાજને દેખી શુભ ભાવથી પૂજ્ય ઈલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયું. એ સદભાવને જ પ્રભાવ સમજ. - કપિલ નામને બ્રાહ્મણ મુનિ અશોક વાટિકામાં “ જહાં લાહે તહાં લેહ, લાહા લેહ પવદ્ગઈ ” એ પદના વિચારણું કરતો શુભ ભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યું.
વાસિત ભાવવડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક, ભોજન કરતાં શુદ્ધ ભાવથી કુરગડમુનિ કેવળજ્ઞાન પામ્યા. - પૂર્વ ભવે આચાર્યપણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી, બુદ્ધિ હીન થયેલા “ માસતુસ ” મુનિ નિજ નામને દયાતા છતા ( કોઈની ઉપર રાગ કે રીસ ન કરવારૂપ ગુરૂ મહારાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org