________________
ધન અનંતું અક્ષયફળદાયી થાય છે. એમ સમજી ધન મમતા તજી તેને સુવ્યય કરી ધનવંત લોકેએ તેને લ્હા લે. ઈતિશમ.
તેમાં પણ સુપાત્રદાન શ્રેષ્ઠ છે. દાન આપવું તે સુપાત્રને જ આપવું, જે પુરૂષ પાત્રને વિષે દાન દે છે, તે પુરૂષ પ્રત્યે દારિદ્ર તે જોતું જ નથી, દુર્ભાગ્ય તેને સેવતું નથી, અપકીર્તિ તેનું આલંબન કરતી નથી, પરાભવ તેને વાં છતું નથી, વ્યાધિ તેનું શોષણ કરતી નથી, દીનતા તેને આશ્રય કરતી નથી, ભય તેને પીડા કરતો નથી, અને આપદા કષ્ટ તેને કલેશ પમાડતું નથી, અનર્થ જે ઊપદ્રવ્ય તેને દળી નાંખનાર અને સંપદાનું કારણ એવું દાન જે પ્રાણી સુપાત્રને આપે છે, તેને પૂર્વોક્ત પ્રમાણે ગુણ પ્રાપ્તી થાય છે.
જે પુરૂષ એયકાર અર્થને વિષે પિતાનું દ્રવ્ય વાપરે છે, તેને લક્ષ્મી વાંછે છે, બુદ્ધિ તેને શેધે છે, કિતી તેને જુવે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સૌભાગ્ય તેને સેવે છે, નિરોગતા તેનું આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગ સંબંધી ઉપગની પંક્તિ તેને વરે છે, અને મુક્તિ પણ તે પુરૂષની વાંછા કરે છે. અર્થાત્ પુણ્યાર્થે દ્રવ્ય વાપરનાર પ્રાણા થાવત મેક્ષ સુખ પામે છે. સુપાત્રદાનને એવો પ્રભાવ છે.
શીલ કુલક ભાવાર્થ. જેમણે બાલ્યાવસ્થામાં પિતાના ભુજબળવડે કૃષ્ણજીને સર્વથા જીતી લીધા હતા, તે સુખ સૌભાગ્યના સમુદ્ર એવા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણમું છું.
શીલ-સદાચારજ પ્રાણીઓનું ઉત્તમ ધન છે, શીલજ પરમ મંગલ રૂપ છે, શીલજ દુઃખ દારિદ્રને હરનારૂં છે અને શીલજ સકલ સુખનું ધામ છે.
શીલજ ધર્મનું નિધાન છે, શીલ-સદાચરણજ પાપને ખંડનકરી કહ્યું છે. અને શીલજ જગતમાં પ્રાણીઓને સ્વભાવિક શ્રેષ્ઠ શણગાર છે એમ ભાખ્યું છે.
શીલજ નરકનાં દ્વાર બંધ કરવાને કમાડની જોડ જેવું જબરજસ્ત છે અને દેવલોકનાં ઉજ્વળ વિમાન ઉપર આરૂઢ થવાને ઉત્તમ નીસરણું સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org