________________
: ૫૯ : પૂર્વ જન્મમાં દીધેલા દાનના પ્રભાવથી પ્રગટ થયેલા અપૂર્વ (અદ્દભુત) શુભ ધ્યાન થકી, પુણ્યશાળી એ કયવન્નો શેઠ વિશાળ સુખ ભેગને ભેગી થયે.
બીલકુલ દોષ રહિત એવા ધૃત પુષ્ય અને વસ્ત્ર પુષ્ય નામના મહા મુનિઓ સ્વલબ્ધિવડે સકળ ગચ્છની ભક્તિ કરતા છતાં સદ્ગતિને પામ્યા.
જીવંત મહાવીર સ્વામીની પ્રતિમા માટે, ભક્તિથી ગામ ગરાસ આપીને છેવટે દીક્ષા ગ્રહણ કરીને, ઊદાયી નામને છેલ્લે રાજ-દ્ધિ મેક્ષ ગતિને પામ્યા.
જેણે પૃથ્વીને જિન ચેત્યોથી મંડિત કરી છે, એ સંપ્રતિ રાજા અનુકંપાદાન અને ભક્તિદાન દેવાવડે મહાન શાસન પ્રભાવકની પંક્તિમાં લેખાયે.
રૂડી શ્રદ્ધાવડે શુદ્ધ ભાવયુક્ત નિર્દોષ એવા અડદના બાકળા મહામુનિને દેવાવડે શ્રીજિનશત્રુ રાજાનો પુત્ર મૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષ્મીને પામ્યો.
અતિદાન મળવાથી વાચાળ થયેલા કવિ (પંડિતે) એ સેંકડે કાવડે વિસ્તારેલું શ્રી વિક્રમાદિત્ય રાજાનું ચરિત્ર અદ્યાપિ પર્યત લોકમાં પ્રસિદ્ધ થઈ ગયું છે.
ત્રિકી બંધુ એવા જિનેશ્વરે તેજ ભવમાં મોક્ષ જવાના નિશ્ચિત અને કૃતકૃત્ય છતાં પણ, તેમણે સાંવત્સરિક (એક વર્ષ પર્યત) મહાદાન આપ્યું.
જેણે પ્રાસુક (નિર્દોષ) દાનને પ્રવાહ આ ભરતક્ષેત્રમાં ચલાવ્યો એ, શ્રી શ્રેયાંસકુમાર મેક્ષને અધિકારી કેમ ન થાય.
છ માસી તપ જેમણે કરેલ છે એવા વીરપ્રભુને, જેણીએ અડદના બાકુલા પડિલાભવાવડે સંતોષ્યા, તે ચંદનબાળાની કેમ પ્રશંસા ન કરીએ ?
અરિહંત ભગવંતોએ જેમના ઘરે પ્રથમ (તપનાં) પારણું કર્યા છે, કરે છે અને કરશે, તે ભવ્યાત્માઓ અવશ્ય મેક્ષગામીજ જાણવા.
અહો ઈતિ આશ્ચર્યે જિનભુવન (જિનમંદિર) જિનબિંબ (પ્રતિમા) પુસ્તક અને ચતુર્વિધ સંઘરૂપ સાતે ક્ષેત્રેમાં વાવેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org