________________
(૪૧)
વ્યાપીને રહેલા હી બીજને અધ્યાસ કરીને રહેલા અહંતના નિરંજન (લેપ રહિત) બિંબને લલાટને વિષે રાખીને હું નમન કરું છું. ૧૪. अक्षयं निर्मलं शान्तं, बहुलं जाड्यतोज्झितम् । निरोहं निरहङ्कार, सारं सारतरं धनम् ॥ १५ ॥
વળી તે બિંબ ક્ષય રહિત, નિર્મળ, શાંત, વિસ્તારવા, જડતા રહિત, ઈચ્છા રહિત, અહંકાર રહિત, સારભૂત, અતિ સારવાળું, ઘન-ગાઢ ૧૫. अनुद्धतं शुभं स्फीतं, सात्त्विकं राजसं मतम् । तामसं विरसं बुद्धं, तैजसं शर्वरीसमम् ॥ १६॥
ઉદ્ધતપણું રહિત, શુભ, દેદીપ્યમાન, સત્વ ગુણવાળું, જે ગુણવાળું, તમે ગુણવાળું, રસ રહિત, જ્ઞાનવાળું, તેજવાળું અને રાત્રિ સમાન માનેલું છે. ૧૬ साकारं च निराकारं, सरसं विरसं परम् । परापरं परातीतं, परंपरपरापरम् ॥ १७ ॥
સાકાર એટલે ઉપાસકની આરાધના માટે મૂતિમાન, નિરાકાર એટલે સિધ્ધાવસ્થાની અપેક્ષાએ હસ્તપાદાદિક અવયવ રહિત, સરસ એટલે આરાધકને વાંછિત ફળ આપનાર હોવાથી રસવાળું, વિરસ એટલે પિતે કઈ પણ પ્રકારના રસ રહિત, પર એટલે સર્વથી ઉત્કૃષ્ટ, પરાપર એટલે દેવરૂપ ગુરૂ, પરાતીત એટલે પરાપ્રતિકૂલતાથી અતીત-રહિત અર્થાત્ સર્વ પ્રાણીઓને અથવા આરાધકને અનુકૂળ, તથા પરંપરપરા૫રં–પરંપરાએ કરીને એટલે અનુક્રમે ચાલ્યા આવતા તીર્થકરરૂપ ગુરૂ છે. ૧૭ एकवण द्विवर्ण च, त्रिवर्णं तुर्यव(चतुर्वर्णकम् । पज ववर्ण महावर्ग, सारं च परापरम् ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org