________________
(૨૦) રાજસભામાં જેમ અન્યાયની પ્રણાલી, જેમ વિધવા સ્ત્રીનું યૌવન અને મૂખ પતિને વિષે જેમ મૃગાક્ષીના સ્નેહની હરી હૃદયને દગ્ધ કરે છે, તેમ આ સંસારની ક્રીડાની લજજા તત્વષ્ટિ પુરૂપિના હદયને બાળે છે. ૨૧
જેમ પ્રભાત થવાથી સ્વપ્નની રચના નિષ્ફળ થાય છે અને નેત્રને તિમિર–રોગ દૂર થયા પછી નિર્મળ દષ્ટિવાળા પુરૂષને જેમ બે ચંદ્ર દેખવાનું જ્ઞાન થતું નથી, તેમ વિકલ્પ રહિત સ્થિર બુદ્ધિવાળા સાધુ પુરૂષોને તત્વવિષય જાણવાથી આ સંસાર મિથ્યા રૂપે સ્કુરે છે. ૨૨ - પ્રિયાની વાણી, વિણા, શયા અને શરીરની ચંપીના સુખોથી આ સંસાર અમૃતથી ઘડેલો છે, એમ પ્રથમ બુદ્ધિ થઈ હતી. હવે જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમની એ સંસાર ઉપર અકસ્માત પ્રીતિ ઉઠી ગઈ છે અને હવે તે સ્વાત્માને વિષે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ૨૩
ઘણી કઠિનતાને ધારણ કરનાર આ સંસારના પ્રપંચે કાષ્ટની પુતળીના સ્તનની પેઠે અતિ પ્રીતિદાયક લાગતા નથી. અજ્ઞાનરૂપી વાદળ વીખરાઈ જવાથી પ્રસરતી કાંતિવાળો આત્મારૂપી ચંદ્ર પ્રકાશી રહ્યો છે. તેથી હવે સહજ ચિદાનંદનો ઝરો પ્રાપ્ત થયેલ માટે, એ સંસારના પ્રપંચમાંથી વિરતિ હે. ૨૪
હાથી ઘોડા અને પશુઓના સંગ્રહથી થયેલી સંસારની જે રાજ્યલક્ષમી છે તેવી જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લક્ષમી પિતાના મનમાં શું નથી? અર્થાત તેને જ મનની રાજ્યલક્ષમી જાણવી. જે બાહરની પ્રિયા છે, તેવી મનની અંદર આત્મરતિરૂપ પ્રિયાઓ નથી શું ? તેથી કે પુરૂષ વાધીન સુખને છોડી દે અને પરાધીન સુખની ઇચછા કરે? ૨૫
પરાધીન સુખ કે જે ક્ષયવાળું, વિષયની ઈચ્છાઓના સમૂહથી મલિન અને સંસારના ભયનું સ્થાનરૂપ છે, તેની અંદર કુમતિ પુરૂષ રમે છે અને સ્વાધીન-આધ્યાત્મિક સુખ કે જે અક્ષય ઈદ્વિઓની ઉત્સુકતાથી રહિત અને નિર્ભય છે તેની અંદર વિદ્વાન પુરૂ લીન થઈને રમે છે ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org