________________
(૧૯) ઘાટા મોટા દ્રવ્યની નિધિઓના ગુણવાળો માણસ સ્ત્રીઓની દ્રષ્ટિના ખુણાઓ (કટાક્ષ) જે તે મને હર-હર્ષકારક હોય તે તેનાથી ખુશી થાય છે અને જે તે કપ યુકત હોય તો તેનાથી ખેદ પામે અને સ્તુતિ વગેરે ઉપયોગથી માંડ માંડ તે સ્ત્રીને રોષ ઉતારે છે. અહો ! મોહે કરેલી આ સંસારની વિષમ ઘટના કેવી છે? ૧૬
જે કુટુંબમાં પ્રેક્ષા-નવા વિચારણા રૂપી સ્ત્રી છે, વિનય રૂપી પુત્ર છે, ગુણરતિ પુત્રી છે, વિવેકરૂપી પિતા છે અને શુદ્ધ પરિણતિ રૂપી માતા છે આવું કુટુંબ જે શુદ્ધ આત્માને સ્કુટ રીતે ફુરી રહ્યું છે તેવું કુટુંબ આ સંસારમાં જોયું નથી તે છતાં પ્રાણી તે સંસારના કુટુંબના સંગમાં સુખની બુદ્ધિ રાખે છે એ ઘણું અફસોસની વાત છે ! ૧૭
પ્રથમ પ્રેમના આરંભમાં એટલે પ્રેમ કરવામાં દુઃખ છે, તે પછી તે પ્રેમને વિચ્છેદ ન થાય એટલે તેને જાળવી રાખવે તેમાં દુઃખ છે, તેમ છતાં જે તે પ્રેમનું પાત્ર નાશ પામી જાય તે તેમાં પણ દુઃખ છે આ પ્રમાણે મનુષ્ય કઠિણ ચિત્તવાળો થઈ નીંભાડામાં ભરેલા કલશની જેમ ઘણા તાપવાળા એવા સંસારરૂપી નીંભાડાનાં દુઃખ સહન કરે છે, તે સંસારમાં કોઈ પણ ઠેકાણે સુખ નથી. ૧૮
આ સંસાર મેહરૂપી રાજાની એક રણભૂમિ રૂપ છે, મૃગના જેવાં નેત્રવાળી સ્ત્રીઓના કટાક્ષ બાણોથી જેમાં ધર્મરૂપી કટક હણાય છે, રાગરૂપી ઘણું રૂધિરથી હૃદયના પ્રદેશ જેમાં લીંપાય છે અને ક્રૂર એવા વ્યસન રૂપી સેંકડો ગીધ પક્ષીઓ જેમાં ઉંચે ભમ્યા કરે છે. ૧૯
આ સંસારમાં મેહના કેઈ ઉન્માદને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ એવાં પરવશ બની જાય છે કે તેઓ ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણુ ખેદ પામે છે, ક્ષણમાં રૂએ છે, ક્ષણમાં પોકાર કરે છે, ક્ષણમાં વિવાદ કરે છે, ક્ષણમાં નાશી જાય છે, ક્ષણમાં હર્ષ પામે છે અને ક્ષણમાં નૃત્ય કરે છે. ૨૦
જેમ પંડિતમાં અપૂર્ણ વિદ્યા, જેમ ખળ પુરૂષની મિત્રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org