________________
(૧૫)
શ્રી ગુણાનુરાગ કુલકં. ૧ સકળ કલ્યાણના સ્થાનકરૂપ શ્રી તીર્થકર પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને, સૌભાગ્ય લક્ષમીને ઉત્પન્ન કરનારું, પરગુણ ગ્રહણ કરવાનું સ્વરૂપ જણાવું છું (તે તમે લક્ષ દઈને સાંભળે.) - ૨ જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ નિવાસ કરી રહે છે, તેને તીર્થંકરપદ પર્વતની અદ્ધિયે દુર્લભ નથી, પણ સુલભ છે. એમ શાસ્ત્ર આદર્શથી સ્પષ્ટ દેખી શકાય છે.
૩ જેમના હૃદયમાં સદાય સદ્દગુણ પ્રત્યે સ્વભાવિક પ્રેમ જાગેલે છે, તેઓ ધન્ય, કૃત પુન્ય જાણવા તેમને સદાય અમારો પ્રણામ છે.
૪ ઘણું ભણવાથી, તપ તપવાથી કે દાન દેવાથી શું પ્રયોજન છે? ફક્ત સઘળા સુખના સ્થાનક રૂપ એક ગુણાનુરાગને જ તું આદર.
પ કદાચ તું ઘણે તપ કરીશ, ઘણાં શાસ્ત્ર ભણીશ, અને વિવિધ કષ્ટ સહીશ, પરંતુ જે ગુણાનુરાગ ધારીશ નહિ, બીજાના સદ્ગુણ જોઈ રાજી થઈશ નહિ, તે તારી સઘળી કરણ ફેક સમજજે. ( ૬ બીજાના ગુણને ઉત્કર્ષ સાંભળીને તું જે અદેખાઈ કરીશ તે, જરૂર તું સંસારમાં સર્વ સ્થળે પરાભવ પામીશ.
૭ ઈર્ષાના જોરથી અંજાઈ જઈ જે તું ગુણવંત જના, થોડા પણ અવર્ણવાદ કઈ રીતે બોલીશ તો સંસાર મહા અટવીમાં તારે ભટકવું પડશે. (અને ત્યાં બહુ પરે દુઃખને કડે અનુભવ કરે પડશે.) માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બોલવાથી પાછો એસર, કે જેથી તારી અર્ધગતિ થતી અટકે.
૮ આ વર્તમાન ભવમાં જીવ જે ગુણનો કે દોષને અભ્યાસ કરે છે, તે ગુણદોષને અભ્યાસવડે પરભવમાં ફરી મેળવે છે.
૯ જે પોતે સેંકડે ગમે ગુણથી ભર્યો છતે, અદેખાઈ વડે પારકા દોષ જંપે છે, તે પંડિત પુરૂની નજરમાં પલાલના ઢગલા. જે અસાર (હલકે) જણાય છે. (અને હાસ્યપાત્ર બને છે.)
૧૦ જે દુષ્ટ આશયથી પરાયા છતા અને અછતા દેષને ગ્રહણ કરે છે, તે પોતાના આત્માને નિરર્થક પાપ બંધનથી" બાંધે છે. (તેથી ભવાંતરમાં પિતેજ વારંવાર દુઃખને ભેગી થાય છે.)
૧૧ તેટલા માટે જેથી કષાય અગ્નિ પેદા થાય તે કાર્ય જરૂર તજી દેવું, અને જેથી કષાય અગ્નિ શાંત થાય, તેજ કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org