________________
( ૧૪ ) ૩૮–૩૯ કાર્ય પ્રસંગે વૃદ્ધ સાધુઓને હે ભગવાન! પસાય કરી અને લઘુ સાધુને “ઈચ્છકાર” એટલે તેમની ઈચ્છા અનુસારે જ કરવાનું કહેવું ભૂલી જાઉં, તેમજ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છાકાર” એટલે “મિચ્છામિ દુકકડું” એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તો જ્યારે મને પિતાને સાંભરી આવે અથવા કઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે નવકાર મંત્ર ગણવો.
૪૦ વૃદ્ધ (વડિલ) ને પૂછ્યા વગર વિશેષ વસ્ત્ર (અથવા વસ્તુ) લઉં દઉં નહિ અને હેટાં કામ વૃદ્ધ (વડિલ) ને પૂછીને જ સદાય કરું, પણ પૂછયા વગર કરૂં જ નહિ.
૪૧ જેમને શરીરને બાંધો નબળો છે, એવા દુર્બળ સંઘયણવાળા છતા પણ જેમણે કંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છાંડે છે, તેમને આ ઉપર જણાવેલા નિયમે પાળવા પ્રાય: સુલભ છે.
૪ર સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરે પાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી ઉભય ભ્રષ્ટ થયા જાણો.
૪૩ જેના હૃદયમાં ઉક્ત નિયમે ગ્રહણ કરવાને વધારે ભાવ ન હોય, તેમને આ નિયમ સંબંધી ઉપદેશ કરે એ સિરા–સર વગરના સ્થળે કૂવો ખોદવા જે નિરર્થક–નિષ્ફળ થાય છે.
૪૪ નબળાં સંઘયણ, કાળ, બળ અને દુઃષમ આ આદિ હીણું આલંબન પકડીને પુરૂષાર્થ વગરના પામર જી આળસ પ્રમાદથી બધી નિયમ ધુરાને છેડી દે છે.
૪૫ (સંપ્રતિ કાળે) જિનકલ્પ વ્યછિન્ન થયેલ છે. વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતો નથી, તથા સંઘયણાદિકની હાનીથી શુદ્ધ સ્થવીરકલ્પ પણ પાળી શકાતો નથી.
૪૬ તોપણ જે મુમુક્ષુઓ આ નિયમેના આરાધન વિધિવડે સમ્યમ્ ઉપયુક્ત ચિત થઈ ચારિત્ર સેવનમાં ઉજમાળ બનશે તો તે નિયમો નીચે આરાધક ભાવને પામશે. - ૪૭ આ સર્વે નિયમેનેજ (શુભાશ) વૈરાગ્યથી સમ્યમ્ રીત્યા પાળે છે, આરાધે છે તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. એટલે તે શીવસુખ ફળને આપે છે. ઈતિશમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org