________________
( ૧૭૭ ) સાધુ–સાધ્વીયે એક ઠેકાણે વધુ રહેવાથી રાગ બંધાય તેમ અપ્રીતિનું કારણ થાય, માટે વધુ રહેવું નહિ-કહ્યું છે કે
સ્ત્રી પીયર નર સાસરે, સંયમીયા સ્થિરવાસ; એતાં હોય અળખામણા, જે માંડે સ્થિરવાસ. વહેતાં પાણી નિર્મળા, બંધ્યા ગંદા હોય;
સાધુ સદા ભમતા ભલા, ડાઘ ન લાગે કેય. સાધુને વિહાર બે પ્રકારનો છે, એક ગીતાર્થને અને બીજે ગીતાર્થનિશ્રાને તે સિવાય ત્રિજ વિહાર નથી.
વળી વિહાર વસે દેવ દર્શનાદિને લાભ થાય, સંયમ સચવાય, તેમ ઉપદેશાદિકે અન્ય જીવોને પણ લાભ મળે.
સાધુ ગૃહસ્થ પાસે વૈયાવચ (ચંપી આદિક) કરાવે નહીં, તેમ તેની પોતે પણ કરે નહીં. તે દશવૈકાલિક તથા નિશિથ સૂત્રમાં ને આચારાંગમાં કહ્યું છે. - સાધુ-સાધ્વી સાથે વિહાર કરે નહી, તે સૂયગડાંગ તથા દશવૈકાલિકમાં કહ્યું છે. - સાધુ-ગૃહસ્થને સાથે રાખે નહીં, તેમ ફેરવે નહીં, તે આચારાંગ દ્વિતીયકૃતસ્કદમાં કહ્યું છે.
સાધુ–ગૃહસ્થ તથા અન્યતીથી સાથે વિહાર કરે નહી, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગ દ્વિતીય કૃતએ કહ્યું છે. - સાધુ-પાટ, ફલંગ, સરાગ ભાવે કૃત ભેગવે નહીં, તે ભગવતી ૧૮ તુંગીયા નગરી શ્રાવિકાધિકારે ને રાયપણી સૂત્ર મધ્યે કહ્યું છે. - સાધુ-નિમીત, જોતિષ, મંત્ર, નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ,
ગ, ઔષધાદિ લક્ષણ, ફળ વિગેરે કહે નહી, તે ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિમાં કહ્યું છે. - સાધુ-દ્વાર વાસે ઉઘાડે નહી, તે ઉત્તરાધ્યયનના ૩૫ અધ્યયનમાં અને સૂયગડાંગ દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે.
સાધ્વીએ તો ઘણું ભયાદિક કારણના લીધે રાત્રિએ અવશ્ય વસ્તિદ્વાર બંધ કરવા અને જિનકલ્પિ સાધુ સર્વથા દ્વાર બંધ નજ કરે, પણ સ્થવિર કપિ સાધુ તે કારણે યત્નાવડે વસતિદ્વાર બંધ કરે. તે બૃહત્ક૯પ ભાષ્યમાં કહેલ છે.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org