________________
(૧૫૮)
સડસઠ બેલ. ચાર સદહણું–સેવા તત્વજ્ઞ જ્ઞાનીની, કુગુરૂ સંગ નિવાર;
મિથ્યામતી સંગત તજે, સાધ સદહણ ચાર. ત્રણ લિંગ–સર્વ સ્થાને ઉચિત કરે, ગુણી ગુણીશું પ્રેમ
જિનધર્મ વિષે પ્રીતી વધુ, નિર્ગુણીપે સમ તેમ. દશ વિનય–અહ સિદ્ધ ચૈત્ય ભૂતને, યતીધર્મ સાધુ સૂરિ
પાઠક સંઘ સમકિતને, ભાવ વિનય તે ભૂરિ. ત્રણ શુદ્ધિ–મન શુદ્ધિને વચને શુદ્ધિ, કાય શુદ્ધિને કાર;
શુદ્ધિ ત્રણ તેમ સાચવે, સડસઠ બેલે સાર. પાંચ દૂષણ–શંકા કાંક્ષા ફળ સદેહ, મિથ્યાત્વ લાઘાસંગ;
દુષણ પંચ દરે કરે, શુદ્ધ સમકિત પ્રસંગ. આઠ પ્રભાવક-ગીતાર્થને ધર્મબોધક, સંવાદે શિરદાર;
નિમિતકને તપસી વળી, મંત્ર વિદ્યા સંસાર સિદ્ધિસંપન્ન સાચા સહી, કવિતા શ્રેષ્ટ કરનાર;
પ્રભાવક તે પ્રવચનના, આઠે ઉત્તમ ધાર. પાંચ ભૂષણ–શાસન સેવ પ્રભાવના, તીર્થસેવ ધર્મ ટેક;
સુદેવ ગુરુભક્તિ ભાવના, ભૂષણ ભાવ નેક. પાંચ લક્ષણ–ઉપશમ સંવેગ નિવેદ, અનુકંપા આસ્તિક,
લક્ષણ પાંચ લે લક્ષમાં, શોભે સમકિત ઠીક. છ યતના–પરતીર્થ વંદન નમસ્કાર, કુપાત્રદે વારવાર.
આલાપન સંલાપના, છ યતના સ્વીકાર. છ આગાર–રાજાભિ ગણાભિ બાલા, દેવાભિ ચેગ ચાર
વ્રત્તિપીડા ગુરૂ નિગ્રહે, છ આગાર સંભાર. ભાવના–ધર્મમૂળ ધર્મપૂર દ્વાર, ધર્મ પાયો આધાર;
ભાજનનિધિ છ સમક્તિ, ધર્મ ભાવના ધાર. છ સ્થાન–જીવ છે જીવ નીત્ય છે, કરતા ભક્તા તત્ર;
મોક્ષ છે મેક્ષ ઉપાય છે, જ્ઞાન દર્શન ચારિત્ર.
નિશ્ચયને વ્યવહાર સમક્તિ સમકિતના બે સુદેવ સુગુરૂ ધર્મશ્રદ્ધા, એ જાણે વ્યવહાર
પ્રકાર–આત્મસ્વરૂપે એક્તા, નિશ્ચય સમતિ ધાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org