________________
( ૧૪૩ ) સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ ઓગાહણ, રર સંડાણ, ૨૩ ક્રિયા, ૨૪ કર્મબંધ, ૨૫ કર્મ છેદના, ૨૬ છેદતા બંધકા, ર૭ છેદતા વેદતા, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ ખસણિયા, ૩૧ સંજ્ઞા, ૩ર સંયમ, ૩૩ ઉપધિ, ૨૪ પરિચારણું, ૩૫ છેદના, ૩૬ સમુદઘાત.
સૂરિના ૩૬ ગુણ.
મનહર છંદ. પચેંદ્રિ વિષય માંહિ, ન્યારા નિશદીન સહી,
નવ બ્રહ્મવાડ કહી, શુદ્ધ પાળનાર તે; ફૂર કષાયથી ડરી; ક્ષમાદિ ધારણ કરી,
પંચ મહાવ્રત પાળે, વિશુદ્ધ વિચાર તે; જ્ઞાનાદિ આચાર પાંચ, પાળે ત્યાં ન આવે આંચ,
પ્રવચન માત આઠે, તેમાં તદાકાર તે; સૂરિના ગુણ છત્રીશ, એમાં વાસ અહોનિશ,
લલિત લાભીને હસ, સંઘના આધાર . ૧ છે તેને વધુ ખુલાસે-પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયમાં મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ.
બ્રહ્મચર્યની-નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયળની નવ વાડેને જાળવી રાખે, તે નવ વસ્તુની સંખ્યામાં જણાવેલ છે.
સંસારની–પરંપરા જેનાથી વધે તે ક્રોધ, માન, માયા, અને લેભ, એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ.
પાંચ મહાવ્રત પાળે–૧ પ્રાણાતિપાત વિરમણ તે કોઈ જીવને વધ કરે નહિ; ૨ મૃષાવાદ વિરમણ તે ગમે તેવા કષ્ટના ભયે પણ જૂઠું બોલે નહિ, ૩ અદત્તાદાન વિરમણ તે કેઈની અણઆપેલી નજીવી ચીજ પણ લેવી નહિ, ૪ મૈથુન વિરમણ તે મન વચન કાયાએ બ્રહ્મચર્ય પાળવું, ૫ પરિગ્રહ વિરમણ તે કેઈપણ વસ્તુને સંગ્રહ કરે નહિ, તેમ ધર્મોપગરણ પુસ્તકાદિ વસ્તુ પિતાની પાસે હોય તેના ઉપર મૂછ રાખવી નહિ.
પાંચ આચાર પાળે–૧ જ્ઞાનાચાર તે જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાન ભંડારકરે કરાવે, ભણનારને હાય આપે, ૨ દશનાચાર તે શુદ્ધ, સમ્યક્ત્વ પાળે પળાવે, અને સભ્યત્વથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org